Not Set/ પીએમ મોદી આજથી 3 આફ્રિકન દેશોના પ્રવાસે, શી જીનપીંગ સાથે કરશે ત્રીજી વાર મુલાકાત

દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી આફ્રિકાના ત્રણ દેશોના પ્રવાસે જઇ રહ્યા છે. મોદી પાંચ દિવસના પ્રવાસમાં સૌથી પહેલા રવાંડા જશે. કોઇ ભારતીય વડાપ્રધાનની રવાંડાની આ સૌપ્રથમ મુલાકાત છે.છેલ્લાં 4 વર્ષમાં દેશના રાષ્ટ્રપતિ,ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આફ્રિકાના દેશોની 23 ટ્રીપ કરી છે.વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ભારતની વિદેશ નીતિમાં આફ્રિકાને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી છે.રંવાડા અને […]

Top Stories
Pm Modi forign પીએમ મોદી આજથી 3 આફ્રિકન દેશોના પ્રવાસે, શી જીનપીંગ સાથે કરશે ત્રીજી વાર મુલાકાત

દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી આફ્રિકાના ત્રણ દેશોના પ્રવાસે જઇ રહ્યા છે. મોદી પાંચ દિવસના પ્રવાસમાં સૌથી પહેલા રવાંડા જશે. કોઇ ભારતીય વડાપ્રધાનની રવાંડાની આ સૌપ્રથમ મુલાકાત છે.છેલ્લાં 4 વર્ષમાં દેશના રાષ્ટ્રપતિ,ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આફ્રિકાના દેશોની 23 ટ્રીપ કરી છે.વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ભારતની વિદેશ નીતિમાં આફ્રિકાને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી છે.રંવાડા અને યુંગાડાના પ્રવાસ દરમિયાન ભારતની પ્રાથમિકતા ડિફેન્સ અને કૃષિમાં સહયોગ રહેશે.

આ અગાઉ પીએમ મોદી 2016માં મોઝામ્બિક,  દક્ષિણ આફ્રિકા, કેન્યા અને તંઝાનિયાના પ્રવાસે ગયા હતા.

પીએમ મોદી રંવાડાના રાષ્ટ્રપતિ પોલ કાગામેને સામાજિક યોજનામાં મદદ તરીકે ભેટમાં 200 ગાય આપશે અને એ પછી આ ગાયોને ત્યાંથી જ ખરીદવામાં આવશે.

પીએમ મોદી 24 જુલાઈએ યુગાન્ડા જશે. ત્યાંથી તેઓ 10મી બ્રિક્સ સમિટમાં સામેલ થવા માટે જોહનિસબર્ગ પહોંચશે.

પીએમ મોદીના રંવાડા કાર્યક્રમ દરમિયાન એક ઔદ્યોગિક પાર્ક માટે 10 કરોડ ડોલરના કરાર થશે. રંવાડા સાથે અમે રક્ષા,ડેરી,સહયોગ.ચામડુ,કૃષિ અને કલ્ચર ક્ષેત્રમાં પણ કરારો થશે.

મોદી બ્રિક્સમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરિલ રામાફોસા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. મોદીની જિનપિંગ સાથે છેલ્લાં એક વર્ષમાં ત્રીજી જ્યારે પુતિનની બે મહિનામાં બીજી મુલાકાત હશે. આ પહેલા મોદી જિનપિંગ સાથે ચીનના વુહાન શહેરમાં અને ત્યારબાદ શાંઘાઈના સંમેલનમાં મળ્યા હતા.

રશિયાના પ્રેસીડન્ટ પુતિન સાથે મે મહિનામાં પીએમ મોદી  રશિયાના સોચ્ચિમાં તેમની એક અનૌપચારિક મુલાકાત થઇ હતી.

પીએમ મોદી રવાંડામાં ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. બીજી બાજુ, બ્રિક્સ સમિટમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સહિત ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા થશે.