Ahmedabad city/ અમદાવાદ શહેરમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી

હજુ માંડ સામાન્ય વરસાદ પડ્યો છે. તેમ છતાં રોડ-રસ્તા પર પાણી ભરાઈ ગયા છે…………

Top Stories Ahmedabad Gujarat
Image 2024 06 25T130857.763 અમદાવાદ શહેરમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી

Ahmedabad News: અમદાવાદમાં પ્રિ-મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડ્યા છે. હજુ માંડ સામાન્ય વરસાદ પડ્યો છે. તેમ છતાં રોડ-રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી છે.

અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં અનેક સ્થળો પાણીમાં જાણે ગરકાવ થઈ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ છે. શહેરમાં ગરીબ નગર ચાર રસ્તા પાસે, વિરાટ નગર રોડ પર પાણી ભરાયા છે. તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોવાનો દાવો છે તેમ જોવા મળ્યું છે. ધીમી ધારે પડતા વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં દેખાયા છે. વરસાદથી રસ્તાઓ ખાડામાં તબદીલ થઈ ગયા હોવાનું જણાતાં  એએમસીની પોલ ખુલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં બજાજ ફાઈનાન્સ કંપનીના મેનેજરે ગ્રાહકોના રૂપિયા ઉચાપત કરી

આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: ઉત્તરાખંડનાં ગંગોત્રીમાં સુરતના યુવકનું મોત થતાં પરિવારમાં માતમ