સફળતા/ પોલીસે ગુગલ મેપના આધારે પકડ્યું જુગારધામ, ચાર ઇસમોની ધરપકડ

ગુનાખોરી શોધી કાઢવા પોલીસ વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી રહી છે અને પોલીસને ટેકનોલોજી ખુબ મદદરૂપ બની રહી છે. ત્યારે અંતરીયાળ વાડી વિસ્તારમાં જુગાર રમતો હોવાની બાતમી મળ્યા બાદ રાજકોટની એરપોર્ટ પોલીસે જે વાડીમાં જુગાર રમાતો હતો તેનો સર્વે નંબર મેળવી ગુગલ મેપ પર સર્ચ કરી લોકેશનના આધારે દરોડો પાડતા 4 આરોપીઓ જુગાર રમતા […]

Gujarat
IMG 20210601 183346 પોલીસે ગુગલ મેપના આધારે પકડ્યું જુગારધામ, ચાર ઇસમોની ધરપકડ

ગુનાખોરી શોધી કાઢવા પોલીસ વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી રહી છે અને પોલીસને ટેકનોલોજી ખુબ મદદરૂપ બની રહી છે. ત્યારે અંતરીયાળ વાડી વિસ્તારમાં જુગાર રમતો હોવાની બાતમી મળ્યા બાદ રાજકોટની એરપોર્ટ પોલીસે જે વાડીમાં જુગાર રમાતો હતો તેનો સર્વે નંબર મેળવી ગુગલ મેપ પર સર્ચ કરી લોકેશનના આધારે દરોડો પાડતા 4 આરોપીઓ જુગાર રમતા દબોચાયા હતા.

જોકે 4 આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહેતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ એરપોર્ટ પોલીસ મથકનાં પીઆઈ એન.એન.ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.આર.હેરભા, એએસઆઈ જે.એલ.વાળા, જે.જી.જાડેજા, હેડ કોન્સટેબલ યોગેન્દ્રભાઈ ચૌહાણ, કોન્સટેબલ મહાવીરસિંહ ચુડાસમા, દિવ્યરાજસિંહ ચુડાસમા, યશપાલસિહ ઝાલા વગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે બેડલા ગામની સીમમાં વિશાલ વલ્લભભાઈ સોરાણીની વાડીમાં કેટલાંક શખ્સો ગંજીપાનાં વડે જુગાર રમી રહ્યા છે.

અંતરીયાળ વાડી વિસ્તાર હોવાથી જો પોલીસ બાતમી મળતાં વાડી શોધવા બેસે તો આરોપીઓને જાણ થઈ જવાની ભીતિ હોય છે.તેથી પોલીસ સ્ટાફે બાતમીવાળી વાડીનો સર્વે નંબર મેળવી તેના આધારે ગુગલ મેપ ઉપર સર્ચ કરી પાકુ લોકેશન મેળવ્યુ હતું અને તે લોકેશનનાં આધારે સ્થળ સુધી પહોંચ્યા હતા જયાં વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં જુગાર રમાતો હતો જેથી પોલીસે ત્રણ બાજુથી વોચ ગોઠવી દરોડો પાડયો હતો. જોકે રાત્રીનાં એકાદ વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હોવાથી સીમ વિસ્તારમાં અંધારાનો લાભ લઈ જુગાર રમતા 4 શખ્સો ભાગી છૂટયા હતા.

જયારે 4 આરોપી કિશન વલ્લભ સોરાણી ઉ.વ.21, દિનેશ ગેલા બથવાર ઉ.વ.45 રહે.બન્ને બેડલા ગામે, અશોક છબીલદાસ દુધરેજીયા ઉ.વ.26, રહે.વેરાવળ (ભાડલા) તા.જસદણ અને દેવશી સંગ્રામ ભરાળીયા ઉ.વ.21 રે.જામગઢ તા.જી.રાજકોટને દબોચી લીધા હતા. જયારે નાસી જનાર વાડી માલીક વિશાલ વલ્લભ સોરાણી, બ્રિજેશ ધરમશી કુમારખાણીયા રહે.રાજકોટ, અનિલ ધીરૂ ગોવાણી (રહે.બેડલા), અને અશોક મેર (રહે.હાલ રાજકોટ મુળ જામનગર)ને ઝડપી લેવા પોલીસે શોધખોળ હાથ ધરી છે. દરોડા દરમ્યાન પોલીસે રૂા.27100 ની રોકડ, રૂા.20 હજારની કિંમતનાં બે બાઈક મળી રૂા.47100 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.