Not Set/ પોલીસને લોકોએ તસ્કર સમજીને ધોઇ નાખી, પછી આવો બિચક્યો મામલો

ક્યારેક ક્યારેક કરવા ગયા હોય કાંઇક અને બને કાંઇક અલગ જ તેવું પણ જોવામાં આવે છે. અને જ્યારે આવી ઘટના પોલીસ સાથે બને ત્યારે તેમા હસવું કે શું તે વિષ્ઠામણ ઉભી થઇ જાય છે. આવી જ ઘટના પોલીસ પાર્ટી સાથે બની અને અસમંજસમાં રહેલા લોકો દ્વારા પોલીસને જ શિકાર સમજીને શિકાર કરી લેવામાં આવ્યો હતો. […]

Top Stories Gujarat Others
police3 પોલીસને લોકોએ તસ્કર સમજીને ધોઇ નાખી, પછી આવો બિચક્યો મામલો

ક્યારેક ક્યારેક કરવા ગયા હોય કાંઇક અને બને કાંઇક અલગ જ તેવું પણ જોવામાં આવે છે. અને જ્યારે આવી ઘટના પોલીસ સાથે બને ત્યારે તેમા હસવું કે શું તે વિષ્ઠામણ ઉભી થઇ જાય છે. આવી જ ઘટના પોલીસ પાર્ટી સાથે બની અને અસમંજસમાં રહેલા લોકો દ્વારા પોલીસને જ શિકાર સમજીને શિકાર કરી લેવામાં આવ્યો હતો.

વાત જાણે આમ છે કે, ખેડા જીલ્લાનાં સાપલા ગામે પોલીસ બાતમીનાં આધારે રેડ પાડવા ગઇ હતી. પોલીસને જુગાર રમાતો હોવાની માહિતી હોવાથી, પોલીસે વિચાર્યુ અચાનક ત્રાટકવાથી વારંવાર ભાગી જતા અને ભાગવામાં પાવરધા જુગારીઓને પણ છટકવાનો  મોકો ન મળી શકે. બસ આવું કરવા જતા સાપલા ગામનાં જુગારીયાઓ પર દરોડો પાડવા ગયેલી પોલીસને લોકોએ તસ્કર સમજીને ધોઇ નાખ્યા.

police2 પોલીસને લોકોએ તસ્કર સમજીને ધોઇ નાખી, પછી આવો બિચક્યો મામલો

પોલીસ સારૂ કરવાની લાહ્યમાં ચોર પગે દરેડો પાડવાનાં મુડમાં હતી અને ગામજનોએ પોલીસને જ ચોર સમજી લેતા, પોલીસને ખોખરી કરી નાંખી. આ બનાવ બનતા પોલીસ પણ પીતોો ગુમાવ્યો અને મામલો બિચક્યો, આ મામલો એટલો તો ગરમાયો હતો કે,  જોત જોતામાં મામલાએ એટલું ઉગ્ર સ્વરૂપ પકડી લીધુ કે સ્થાનિક ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહને પણ વચ્ચે પડવુ પડયું.  માંડ માંડ માંડવાળી થઇ અને જુગારનો દરોડો ઠેરનો ઠેર રહી ગયો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.