Ahmedabad/ ડોન અમીન મારવાડી બાદ જુહાપુરાનાં વધુ એક કુખ્યાત અઝહર કવાલ સામે પોલીસ ફરિયાદ

અમદાવાદનાં જુહાપુરામાં ડોનગીરી અને ભાઈગીરીનું ગ્રાફ વધતું જઈ રહ્યું છે.

Ahmedabad Gujarat
DANILIMDA 9 ડોન અમીન મારવાડી બાદ જુહાપુરાનાં વધુ એક કુખ્યાત અઝહર કવાલ સામે પોલીસ ફરિયાદ
@રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ – અમદાવાદ

અમદાવાદનાં જુહાપુરામાં તોફાની તત્વો વધી ગયા છે. લુખ્ખાતત્વો બેફામ બનીને ગુનાહિત પ્રવુત્તિને અંજામ આપી રહ્યા છે અને લોકોને હેરાન પરેશાન કરીને લોકોની અંદર ભય ઉત્પન્ન કરી રહ્યા છે. બે દિવસ પહેલા પણ જુહાપુરામાં અમીન મારવાડીની ફાયરિંગ કરતી વિડીયો સામને આવી હતી. જેમાં અમીન પોતાને જુહાપુરાનો ડોન હોવાનું જણાવી રહ્યો હતો. સરખેજ અને વેજલપુર પોલીસે બે અલગ અલગ ગુનામાં તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હજી તો આ મામલાની શાહી સુખાઈ પણ નથી ને ત્યાં જુહાપુરામાં વધુ એક લુખ્ખાતત્વે પોતાનું માથું ઊંચક્યું છે.

જુહાપુરાના અરવલ્લી સોસાયટીમાં રહેતા અજહર કવાલ અને તેના સાગરીત સાજીદ બંને ઈસમો રૂકસાનાબાનું શેખને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અંગત અદાવતમાં રૂકસાનાબાનુએ થોડા સમય પહેલા અઝહર કવાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની દાજ રાખીને અઝહર કાવાળે પોતાના સાગરીત સાથે મળીને  રૂકસાનાબેનને તેમના ઘરે જઈને બીભત્સ ગાળો આપીને તેમને અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાઈ ગયેલી મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અઝહર કવાલ  અને તેના સાગરીત સાજીદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લખેનીય છે કે , જુહાપુરાના લોકો પોતાને અસલામત અનુભવી રહ્યા છે. કારણકે જુહાપુરામાં એટલી હદે ભાઈગીરી અને ગુનાગીરી વધી ગઈ છે કે લોકોને પોતાના પરિવારજનો અને પોતાની મિલકતની ચિંતા સતાવે છે. પોલીસની કામગીરી જુહાપુરામાં નિષ્ફળ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જુહાપુરા ક્યારે ક્રાઈમ મુક્ત બનશે તેના પર સૌ કોઈની નજર મંડરાઈ રહી છે.

Gujarat: ગોંડલનાં યુવાનોએ રોજગાર લક્ષી એપ્લિકેશન લોન્ચ કરી

પરાક્રમ દિવસ: દાદરા નગર હવેલીમાં સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમીનું કરાયું ભૂમિપૂજન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો