Not Set/ પીએમ મોદીની ફેસબુક પર વાંધાજનક પોસ્ટ મુકનાર સામે પોલિસ ફરિયાદ

આગ્રા, ભાજપના યુથ વિંગના એક કાર્યકર્તા હેમંત ગુપ્તાએ ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વાંધાજનક ફોટો પોસ્ટ થવા મામલે ફરીયાદ દાખલ કરાવી છે. ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તા હેમંત ગુપ્તાએ આ ફરીયાદ આગ્રાના પ્રેમ સિંહ રાઠોડ નામના યુવક સામે ફાઈલ કરાવી છે. ફરીયાદ બાદ પોલીસે તપાસ કરતા આરોપી ફરાર હોવાનુ સામે આવ્યુ છે, જેની સામે […]

Top Stories
modi FB પીએમ મોદીની ફેસબુક પર વાંધાજનક પોસ્ટ મુકનાર સામે પોલિસ ફરિયાદ

આગ્રા,

ભાજપના યુથ વિંગના એક કાર્યકર્તા હેમંત ગુપ્તાએ ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વાંધાજનક ફોટો પોસ્ટ થવા મામલે ફરીયાદ દાખલ કરાવી છે. ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તા હેમંત ગુપ્તાએ આ ફરીયાદ આગ્રાના પ્રેમ સિંહ રાઠોડ નામના યુવક સામે ફાઈલ કરાવી છે. ફરીયાદ બાદ પોલીસે તપાસ કરતા આરોપી ફરાર હોવાનુ સામે આવ્યુ છે, જેની સામે તપાસ શરુ કરાઈ છે.

વાંધાજનક ફેસબુક પોસ્ટ સામે ફરીયાદ કરતા હેમંત ગુપ્તાએ જણાવ્યુ કે, મેં પ્રેમસિંહ રાઠોડની ફેસબુક પોસ્ટ પર પીએમ મોદીનો વાંધાજનક ફોટો જાયો, આ પોસ્ટમાં કેટલીક વાંધાજનક કમેન્ટ પણ હતી, જે અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડનાર છે. આ પોસ્ટ અર્ચના યાદવની ફેસબુક વોલથી રાઠોડ દ્વારા શેર કરવામાં આવી હતી. બાદમાં ખબર પડી કે અર્ચના યાદવના આઈડી ફેક છે. એટલા માટે મેં રાઠોડ સામે ફરીયાદ નોંધાવી છે. સુત્રોના જણાવ્યા મુજબ પોસ્ટનો સ્ક્રિનશોટ વોટ્‌સઅપ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ મામલે આગ્રાના તાજગંજ એસએચઓ વિનોદકુમારે જણાવ્યુ કે, અમે આઈટી એક્ટ હેઠળ કેસ ફાઈલ કર્યો છે અને ફરાર આરોપીની તપાસ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જો કે, કેસ ફાઈલ થતા અને મામલો ચગતા આ પોસ્ટ હટાવી લેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ફેક આઈડી દ્વારા આજકાલ ફેસબુક પર અલગ અલગ પ્રકારની ભ્રામક વસ્તુઓનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અપશબ્દો અને વાંધાજનક કમેન્ટ બાદ દેશના કેટલાક ભાગોમાં હિંસા ભડકી હોવાની પણ ઘટના સામે આવી હતી, જેના પગલે સરકારે આવી પોસ્ટો શેર કરનાર સામે પગલા લેવા પણ નવી રણીનીતિ બનાવી છે.