આપઘાતનો પ્રયાસ/ રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ફરજ પુરી કરી ઘરે જઈ પીધી દવા, જાણો કેમ કર્યું આવું…

રાજકોટ શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવનારા પ્રકાશ પારધી નામના જવાને આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે.  

Gujarat Others
પોલીસ
  • રાજકોટઃ પોલીસ કોન્સ્ટેબલનો આપધતનો પ્રયાસ
  • પોલીસ હેડક્વાર્ટરમાં બજાવતા હતા ફરજ
  • ફરજ પુરી કરી પોતાના ઘરે જઈ દવા પીધી
  • હાલ સમગ્ર મામલે થોરાળા પોલીસે હાથધરી તપાસ

રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે. એવામા એક પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવનારા પ્રકાશ પારધી નામના જવાને આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે.  પ્રકાશ પારધી પોતાની ડ્યુટી પૂરી કરી થોરાળા વિસ્તારમાં આવેલા આંબેડકરનગર ખાતે પોતાના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતા જ તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. ત્યારે આ મામલે પ્રકાશના ભાઈને પિતા દેવજીભાઈ મીડિયા સાથે વાત કરી હતી અને આપઘાત પાછળનું સંભવતઃ કારણ પણ તેમને જણાવ્યું હતું.

સમગ્ર મામલે પતિ-પત્નીના છૂટાછેડા પણ આજથી બારેક મહિના અગાઉ થઈ ચૂક્યા હતા. આજે જ્યારે પ્રકાશે દવા પીધી ત્યારે પણ તે ટેન્શનમાં હતો. દવા પીધા પૂર્વે તેણે કોઈ સ્ત્રી સાથે વાતચીત પણ કરી હતી. સંભવત તેણે પોતાની પૂર્વ પત્ની જોડે વાતચીત કરી હોઈ શકે છે.

થોડા દિવસ પહેલા જ અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા દીવા હાઇટ્સમાં રહેતા પરિવારે મોડી રાતે આપઘાત કરી લીધો હતો. પોલીસકર્મી કુલદીપસિંહ યાદવ વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. તેમણે પોતાની પત્ની અને 3 વર્ષની બાળકી સાથે ફ્લેટના 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. આ આપઘાત બાદ તેમના ઘરમાંથી કોઇ જ અંતિમ ચિઠ્ઠી મળી નથી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, પતિ અને પત્નીને અવારનવાર ઝઘડા થતા હતા. અચાનક પરિવારે ભરેલા આ અંતિમ પગલાને કારણે તેમના સંબંધીઓ અને આસપાસ રહેતા લોકોમાં શોકનો માહોલ છવાયો છે. કુલદીપસિંહ યાદવની બાજુમાં જ તેમના બેન અને બનેવી રહે છે.

આ પણ વાંચો: વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડનો આપઘાત, 6 પાનાની સુસાઇડ નોટે વ્યાજખોરોનો ખેલ ઉઘાડો પાડ્યો

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું કરુણ મોત

આ પણ વાંચો: દોઢ વર્ષથી લાપતા વૃદ્ધ બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા અને ઝડપાઇ ગયા