કાર્યવાહી/ મામેરૂં લઇને જતા ટેમ્પોમાં વધુ માણસો બેસાડતા પોલીસે કરી કાર્યવાહી

વધુ મામસો લઇ જતી ટેમ્પોને પોલીસે જપ્ત કરી.

Gujarat
111 મામેરૂં લઇને જતા ટેમ્પોમાં વધુ માણસો બેસાડતા પોલીસે કરી કાર્યવાહી

રાજયમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. તેને અટકાવવા માટે કોરોના ગાઇડલાઇન કડક રીતે અમલી બનાવવામાં આવી રહી છે. તે છતા પણ લોકો કોરોનાની ગાઇડલાઇનો સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. બાલાસિનોર પોલીસના જણાવ્યા અનુસાર ગ્રીન વર્લ્ડ ચોકડી પાસે એક આઇસર માણસોને બેસાડીને જઇ રહી હતી. જેમાં કોઇ પણ સોશિયલ ડિસ્ટીંગનું પાલન કરવામાં આવ્યું ન હતું .અને લગ્નની ગાઇડલાઇનું પાલન પણ કરવામાં આવ્યું ન હતું માટે કાયદેસરની કાર્યવાહી કરી છે.

લગ્ન મામેરૂ ભરીને ચારણગામથી વડદલા મુકામે જતા હતાં.  જેમાં કોઇપણ પ્રકારની સત્તા અધિકારી મંજૂરી લેવામાં આવી નહોતી.  આઇસર ટેમ્પોનો ડ્રાઇવર જીતેન્દ્ર કુમાર બારિયા તથા લગ્ન મામેરૂ લઇ જનાર આયોજક સામે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.  ટેમ્પો સહિત મુદ્દામાલ પણ પોલીસે  જપ્ત કરી છે.