Delhi MCD Election/ દિલ્હીમાં આજે MCDના 250 વોર્ડમાં મતદાન, ભાજપ અને આપ વચ્ચે થશે ખરાખરીનો જંગ

દિલ્હી MCD ચૂંટણી માટે પ્રચારનો ઘોંઘાટ પૂરો થયા બાદ હવે મતદાન થવાનું છે. દિલ્હી MCDના 250 વોર્ડમાં આજે મતદાન થશે

Top Stories India
Delhi MCD Election

Delhi MCD Election :  દિલ્હી MCD ચૂંટણી માટે પ્રચારનો ઘોંઘાટ પૂરો થયા બાદ હવે મતદાન થવાનું છે. દિલ્હી MCDના 250 વોર્ડમાં આજે મતદાન થશે. જેના માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. એક તરફ જ્યાં બીજેપી સતત ચોથી વખત પોતાની જીતનો દાવો કરી રહી છે તો બીજી તરફ દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી MCDમાં પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. ગત વખતની જેમ આ વખતે પણ આ બંને પક્ષો વચ્ચે જંગ છે. દિલ્હીની આ મીની ચૂંટણીમાં બીજેપી અને AAp વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે. જયારે કોંગ્રેસ તેનો જનઆધાર મેળવવા પ્રયાસ કરશે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 4 ડિસેમ્બર એટલે કે રવિવારે મતદાન થવાનું છે. અહીં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1,349 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 8 થી સાંજના 5.30 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામ 7 ડિસેમ્બરે આવશે. 1.45 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. છેલ્લા 15 વર્ષથી MCD પર શાસન કરી રહેલ ભાજપ પોતાને રિપીટ કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હીની સત્તા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ દિલ્હીની રાજનીતિમાં પોતાનો ખોવાયેલો આધાર પાછો મેળવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે

ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે 68 મતદાન મથકોને મોડેલ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જ્યારે 68ને પિંક પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. વર્ષ 2017માં યોજાયેલી નાગરિક ચૂંટણીમાં ભાજપે કુલ 270 વોર્ડમાંથી 181 વોર્ડ જીત્યા હતા. ઉમેદવારોના મૃત્યુને કારણે બે બેઠકો પર મતદાન થઈ શક્યું ન હતું. જ્યાં AAP 48માં અને કોંગ્રેસ 27 વોર્ડમાં જીતી હતી. વર્ષ 2017માં 53 ટકા મતદાન થયું હતું.

દિલ્હીમાં MCD ચૂંટણી માટે 250 વોર્ડમાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીમાં દરેક ખૂણા પર પોલીસ બંદોબસ્ત છે. દિલ્હીમાં 70 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ લગભગ 60 ડ્રોન દ્વારા વોટિંગ પર નજર રાખવામાં આવશે.આ પરિણામથી જાણી શકાશે અગામી વિધાનસભામાં કોણ અહિયા મજબૂત પાર્ટી તરીકે ઉભરી આશે.

વિધાનસભા પછી લોકસભા/ બીજેપીએ શરૂ કરી લોકસભા ઇલેક્શનની તૈયારીઓ, 5 ડિસેમ્બરે યોજાશે ખાસ બેઠક

રાજકીય રમત/ ઇવીએમની સુરક્ષાને લઇને કોંગ્રેસના ઉમેદવારે વ્યક્ત કરી શંકા તો કલેક્ટરે આપ્યો આ જવાબ