Not Set/ પોર્ટુગલ Vs. મોરક્કો, રોનાલ્ડોના એકમાત્ર ગોલથી પોર્ટુગલ જીત્યું મેચ

ફીફા વિશ્વ કપ 2018 નાં ગ્રુપ બી મેચમાં આજ રોજ મોરક્કો અને પોર્ટુગલ વચ્ચે રસપ્રદ મેચ જામ્યો હતો, જેમાં પોર્ટુગલે મોરાક્કોને એકમાત્ર ગોલથી હરાવી દીધું છે. આપણે જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ એકમાત્ર ગોલ પણ પાછળની ગેમની જેમ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનાં નામે જ ગયો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેચની ચોથી જ મીનીટમાં ગોલ કરી ટીમને બઢતી આપી […]

Top Stories Sports
head to head world cup 2018 1529304737 પોર્ટુગલ Vs. મોરક્કો, રોનાલ્ડોના એકમાત્ર ગોલથી પોર્ટુગલ જીત્યું મેચ

ફીફા વિશ્વ કપ 2018 નાં ગ્રુપ બી મેચમાં આજ રોજ મોરક્કો અને પોર્ટુગલ વચ્ચે રસપ્રદ મેચ જામ્યો હતો, જેમાં પોર્ટુગલે મોરાક્કોને એકમાત્ર ગોલથી હરાવી દીધું છે.પોર્ટુગલ Vs. મોરક્કો, રોનાલ્ડોના એકમાત્ર ગોલથી પોર્ટુગલ જીત્યું મેચ

આપણે જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ એકમાત્ર ગોલ પણ પાછળની ગેમની જેમ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનાં નામે જ ગયો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેચની ચોથી જ મીનીટમાં ગોલ કરી ટીમને બઢતી આપી હતી. આ બઢતી સંપૂર્ણ મેચ દરમિયાન કાયમ રહી હતી.

મોરાક્કોએ ગોલ કરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેને સંપૂર્ણ મેચ દરમિયાન નિષ્ફળતા મળી હતી.

રોનાલ્ડોએ રચ્યું ઇતિહાસ:

પોર્ટુગલના ફોરવર્ડ પ્લેયર રોનાલ્ડોએ જોઆઓ મોતીન્હોની જમણી બાજુથી હેડર ગોલ પોસ્ટમાં દાગ્યો હતો ત્યારે તેમણે યુરોપીયન ફૂટબોલ ઇતિહાસની રચના કરી દીધી હતી. પોર્ટુગલ માટે તેમના 85 ગોલે તમને હંગેરીના મહાન ફૂટબોલર ફેરેન્ક પુસ્કાસની બરાબરી પર લાવી દીધો છે. ફેરેન્ક પુસ્કાસ કોઈપણ યુરોપીયન રાષ્ટ્રીય ટીમ માટે સૌથી વધુ ગોલસ્કોર કરનાર ખેલાડી છે. હવે ઈરાનનાં અલી દાઈ જ પોતાના રાષ્ટ્રીય ટીમ માટે સૌથી વધુ ગોલ કરવામાં રોનાલ્ડોથી આગળ છે. આપને જણાવી દઈએ કે દાઈએ ઈરાન માટે 109 ગોલ કર્યા છે.

માત્ર રોનાલ્ડોના નામે જ છે પોર્ટુગલનાં ગોલ:

આ વિશ્વ કપમાં રોનાલ્ડોનો ચોથો ગોલ હતો. સ્પેન સામેની ટીમના પ્રથમ મેચમાં રોનાલ્ડોએ પોતાની ટીમ માટે હેટ્રિકથી ત્રણ ગોલ કર્યા હતા અને તેમની ટીમ માટે મેચ જીતી લીધી હતી. એકંદરે જોવામાં આવે તો, આ વર્લ્ડ કપમાં પોર્ટુગલ માટે એક માત્ર રોનાલ્ડોએ જ ગોલ કર્યા છે.

પોર્ટુગલની પહેલી જીત:

2018 fifa world cup russia news preview portugal v morocco પોર્ટુગલ Vs. મોરક્કો, રોનાલ્ડોના એકમાત્ર ગોલથી પોર્ટુગલ જીત્યું મેચ

આપને જણાવી દઈએ કે ફીફા વર્લ્ડ કપ 2018 માં પોર્ટુગલની આ પહેલી જીત છે. કારણ કે સ્પેન વિરુદ્ધની પાછલી મેચમાં પોર્ટુગલે ત્રણ ગોલ કરી મેચને ડ્રો કરાવી હતી. જયારે આજ મોરક્કો સામે એક માત્ર ગોલ લગાવી જીત પોતાની નામ કરાવી છે. હવે બી મેચમાં પોર્તુગલનાં ચાર પોઈન્ટ થઇ ચુક્યા છે. હવે પોર્ટુગલનો આગામી મેચ 25 જુનનાં રોજ ઈરાન વિરુદ્ધ થશે.

મોરક્કોની સતત બીજી હાર:

મોરક્કોએ ફીફા 2018 માં બે મેચ રમી છે. પરંતુ બે મેચમાં એક પણ મેચમાં મોરક્કો જીતી નથી. 15 જુનનાં રોજ ઈરાન વિરુદ્ધ રમાયેલા મેચમાં પણ મોરક્કોની હાર થઇ હતી. જયારે તીનો ત્રીજો મેચ 25 જુનનાં રોજ સ્પેન વિરુદ્ધ છે. બે હાર પછી મોરક્કો માટે આગલા રાઉન્ડમાં પહોંચવાની સંભાવનાઓ ખુબ ઓછી થઇ ગઈ છે.