ગુજરાત/ ઈંગ્લેન્ડથી વડોદરા આવેલી દંપતિ કોરોના પોઝિટિવ, સેમ્પલ મોકલાયા Pune

ઈંગ્લેન્ડથી સ્વદેશ (ભારત) પરત ફરી રહેલા લોકોમાં કોરનાનાં કેસ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં એક વડોદરાની દંપતિ ઈંગ્લેન્ડથી પરત ફરી હતી, જેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે તેમને કોરોના પોઝિટિવ છે.

Top Stories Gujarat Vadodara
વડોદરાની દંપતિ કોરોના પોઝિટિવ
  • ઈંગ્લેન્ડથી વડોદરા આવેલ વૃદ્ધ દંપતિને કોરોના
  • દંપતિને એરપોર્ટથી સીધા હોસ્પિ. ખસેડાયા
  • બન્નેના સેમ્પલ લઇને પુણે મોકલવાયા
  • પુણેની વાઇરોલોજી લેબોરેટરીમાં મોકલાયા
  • ઈંગ્લેન્ડમાં દંપતિનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો
  • અમદાવાદ રિપોર્ટ પર બન્નેના રિપોર્ટ પોઝિટીવ

દેશમાં દૈનિક કોરોનાનાં કેસ આજે એટલે કે મંગળવારે ખૂબ જ ઓછા નોંધાયા છે. તેમ છતા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે દેશમાં ધીમે ધીમે કોરોનાનો નવો વેરિઅન્ટ (Omicron) નાં કેસમાં વધારો થઇ રહ્યો છે. રોજ આ સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે એક નવી માહિતી સામે આવી છે જે મુજબ ઈંગ્લેન્ડથી એક દંપતિ વડોદરા આવી છે. જેને કોરોના હોવાનુ કહેવાઇ રહ્યુ છે.

આ પણ વાંચો – Covid-19 / ઓમિક્રોનનાં ખતરા વચ્ચે ભારતમાં દૈનિક કોરોનાનાં કેસનાં આંકમાં નોંધાયો મોટો ઘટાડો

આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડથી સ્વદેશ (ભારત) પરત ફરી રહેલા લોકોમાં કોરનાનાં કેસ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં એક વડોદરાની દંપતિ ઈંગ્લેન્ડથી પરત ફરી હતી, જેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે તેમને કોરોના પોઝિટિવ છે. ઓમિક્રોનનાં ખતરાને સમજતા તેમના સેમ્પલને પુણેની વાઇરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ પહેલા ઈંગ્લેન્ડમાં જ્યારે આ દંપત્તિએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે તેઓ ઈંગ્લેન્ડથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા જ્યા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો તો તેઓ બન્ને કોરોના પોઝિટિવ મળી આવ્યા.

આ પણ વાંચો – સાવધાન! / હળવાશમાં ન લો ઓમિક્રોનને, દેશમાં આ મહિનાથી આવી શકે છે ત્રીજી લહેર

ઉલ્લેખનીય છે કે, , દેશનાં ઘણા રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં કેસ મળવાના ડર વચ્ચે ફરી એકવાર રાહતનાં સમાચાર છે. છેલ્લા એક દિવસમાં દેશભરમાં કોરોના સંક્રમણનાં માત્ર 6,822 નવા કેસ સામે આવ્યા છે. સોમવારે નોંધાયેલા નવા કેસની સરખામણીએ આ આંકડો 17 ટકા ઓછો છે. એટલું જ નહીં, 558 દિવસ પછી એક દિવસમાં કોરોનાનાં આટલા ઓછા નવા કેસ જોવા મળ્યા છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન 10,004 લોકોએ કોરોના સંક્રમણને માત આપી છે અને 224 લોકોનાં મોત થયા છે.