Not Set/ નડિયાદના નાનકડા એવા મહુધામાં લગ્નેત્તર સંબંધનો ભાંડો ફૂટ્યો, જાણો શું છે ઘટના

નડીયાદ જીલ્લાના મહેમદાવાદના સમસપુરની મહિલાના લગ્ન શંકરપુરાના યુવક સાથે થયા હતા. યુવક પોતાના જ ગામમાં મિતેશ નામના યુવક પાસે વેલ્ડરનુ કામ કરતો હતો. ત્યા

Gujarat Others
લગ્નેત્તર સંબંધનો

કહેવાય છે કે, પ્રેમને કોઈ સિમાડા નથી હોતા અને પ્રેમને કોઈ ઉંમર પણ નડતી નથી, તે અનેકવાર પુરવાર થયું છે. પરંતુ બીજી બાજુ નડિયાદના નાનકડા એવા મહુધામાં લગ્નેત્તર સંબંધનો કિસ્સો સામે આવ્યો છે, પરંતુ તેમનો ભાંડો ફૂટ્યો હતો. હકીકતમાં નડિયાદનાં મહુધામાં પરિણીત પ્રેમી જોડું મજા માણવા ઓરડીમાં ઘૂસ્યું પણ, ત્યાં અચાનક પરિવાર આવી ચઢ્યો હતો અને બંનેને રૂમમાં પૂરી દીધાં હતા.

આ પણ વાંચો:વાડીએ કામ કરતા બે પિતરાઈ ભાઈનું કરંટ લાગતા મોત, પરિવાર ઘેરા આઘાતમાં

આ અંગે મળતી માહિતી અનુસાર, નડીયાદ જીલ્લાના મહેમદાવાદના સમસપુરની મહિલાના લગ્ન શંકરપુરાના યુવક સાથે થયા હતા. યુવક પોતાના જ ગામમાં મિતેશ નામના યુવક પાસે વેલ્ડરનુ કામ કરતો હતો. ત્યારે મિતેશને યુવકની પત્ની પર દિલ આવી ગયુ હતુ અને તેણે તેને ફોન કરીને પ્રેમનો એકરાર કર્યો હતો. આ વાત યુવક જાણી જતા તેને મિતેશને ઠપકો આપ્યો હતો અને નોકરી છોડી દીધી હતી. પરંતુ આ દરમિયાન તેનો દીકરો માંદો પડ્યો હતો, જેથી તેણે મિતેશ પાસેથી પોતાના બાકીના પગારની માંગણી કરી હતી. મિતેશ યુવકની પત્ની સાથે સંપર્ક વધારવા જાતે જ હોસ્પિટલમાં આવવાના બહાના કર્યા હતા. આ દરમિયાન મિતેશ અને યુવકની પત્ની વચ્ચે પ્રેમ બંધાયો હતો.

આ દરમિયાન યુવકને માહિતી મળી હતી કે, તેની પત્ની લોકેશને મળવા તેના ખેતરે ગઈ છે. તો યુવક બંનેના પરિવારોને લઈને ત્યા પહોંચી ગયો હતો. તેઓએ રૂમને બહારથી લોક કરી દીધુ હતુ, આણ પરિણીતાના પ્રેમનો ભાંડો ફૂટ્યો હતો.

બીજી બાજુ આ ઘટનાને લઈ બંનેના પરિવારો સાથે સાથે હોબાળો થતા મોટી સંખ્યામાં ગામ લોકો પણ એકઠા થયા હતા, જયારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતા મહુધા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી, જેઓએ પ્રેમી પંખીડાને પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:ભુવાએ મહિલા પર આચર્યું દુષ્કર્મ, અંધશ્રદ્ધાની આડમાં કર્યું કૃત્ય

આ પણ વાંચો: મોટા ગામે દલિત યુવકના પરિવારે લગ્ન પ્રસંગમાં માથે સાફો બાંધતાં ટીખળખોરોએ કર્યો પથ્થરમારો

આ પણ વાંચો:  5 વર્ષથી ચાલતા વિવાદનો અંત, બદામળી બાગ ખાતે બનશે આર્ટ ગેલેરી

આ પણ વાંચો:49 આરોપીઓ દોષિત, 16 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા