જૂનાગઢમાં મોતની છલાંગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.શહેરના વિલિંગ્ડન ડેમમાં કુદરતી સૌંદર્ય માણવા પ્રવાસીઓ આવતા હોય છે.ત્યારે આ ડેમ પર આવેલા યુવાનો તેની મસ્તીમાં 15 થી 20 ફૂટ ઉંચેથી ડેમમાં છલાંગ લગાવી રહ્યા છે. અનેકવાર આ ડેમ પર દુર્ઘટના બનતી હોવા છતાં સિક્યુરિટીની નામે કોઇ અહીં જોવા મળતું નથી.
આ પણ વાંચો :વીર નર્મદ દ. ગુજ.યુનિ.ની ઓફલાઇન પરીક્ષા આજ થી શરુ કરાઈ
હાલ વિલિંગ્ડન ડેમ વરસાદના પાણીથી ભરાય જતાં દરરોજ મોટી સંખ્યામાં પર્યટકો ડેમ સાઈટ પર આવી રહ્યા છે. વિલિંગ્ડન ડેમની આસપાસ હરિયાળી પણ નયનરમ્ય હોવાથી લોકો પ્રકૃતિનો આનંદ માણવા માટે ડેમ પર આવી રહ્યા છે. ત્યારે ડેમમાં કૂદકા મારતાં યુવકોને એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડેમ પર આવેલા પૂલ પરથી કેટલાક યુવકો ડેમના પાણીમાં કૂદકા મારતાં નજરે પડે છે અને કેટલાક યુવકો નીચે પુલ પર દેખાઈ રહ્યા છે.
વિલિંગ્ડન ડેમમાં છલાંગ મારી રહેલા આ યુવકોનો વીડિયો કોઈ પ્રવાસીએ ઉતારીને વાયરલ કર્યો છે. વીડિયો સામે આવતાં તંત્ર સામે પણ સવાલો થઈ રહ્યા છે. કેમ કે જ્યારે આ યુવકો ડેમમાં છલાંગ મારી રહ્યા હતા ત્યારે કોઈ સુરક્ષા ગાર્ડ પણ સ્થળ પર હાજર ન હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે આ પ્રકારે જોખમી છલાંગ લગાવતાં યુવકો પર રોક કોણ લગાવશે તે પણ સવાલ થઈ રહ્યો છે. જીવના જોખમે વિલિંગ્ડન ડેમમાં છલાંગ લગાવતા આ યુવકો સાથે જો કોઈ દુર્ઘટના ઘટે તો આ અંગે કોણ જવાબદાર ગણાશે ? આવા જોખમી સ્ટંટ કરનારાઓને કોણ રોકશે ? ડેમ પર દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે સુરક્ષા માટે કેમ કોઈ ગાર્ડ કે માણસો રાખવામાં નથી આવતા ?
આ પણ વાંચો : 1200 વર્ષ જુના પૌરાણીક શિવ મંદિરમાં ગુપ્ત ઘનની લાલચમાં આવીને શખ્શોએ કરી તોડફોડ
આ પણ વાંચો : વાંચનના શોખીન આધેડની અમેરિકામાં કરવામાં આવી અનોખી રીતે અંતીમક્રિયા
