Election/ સુરતમાં જનતાએ લગાવ્યા પોસ્ટર, લખ્યુ- કામ નહી તો વોટ નહી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરતમાં જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. વિકાસનાં કામો નહી થતા જનતા નાખુશ દેખાઇ રહી છે. સુરતમાં વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે.

Gujarat Surat
PICTURE 4 216 સુરતમાં જનતાએ લગાવ્યા પોસ્ટર, લખ્યુ- કામ નહી તો વોટ નહી
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો
  • સુરતમાં વિવિધ વિસ્તારોમાં લાગ્યા બેનર
  • બેરોજગાર સંઘ દ્વારા લગાવાયા પોસ્ટર
  • પોસ્ટરમાં વિવિધ માગ નો કરાયો ઉલ્લેખ
  • વિદ્યાર્થીઓ પર કેસ પરત ખેંચવા માગ
  • LRD તથા SRPFના વિદ્યાર્થીઓને નિમણુંક આપો
  • બિન સચિવાલયની પરીક્ષાની તારીખ જાહેર કરો
  • બેરોજગારોની ભરતી નહીં ત્યાં સુધી મત નહીં

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરતમાં જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. વિકાસનાં કામો નહી થતા જનતા નાખુશ દેખાઇ રહી છે. સુરતમાં વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે. કામ નહી થાય તો વોટ નહી મળે આ પ્રકારનો ઉલ્લેખ પોસ્ટરમાં કરવામાં આવ્યો છે. આ પોસ્ટર બેરોજગારસંઘ દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે, આ પોસ્ટરમાં વિવિધ માંગનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પર કેસ પરત ખેંચવાની પણ માંગ આ પોસ્ટર મારફતે કરવામાં આવી છે. વળી LRD અને SEPF નાં વિદ્યાર્થીઓને નિમણૂંક આપવાનો ઉલ્લેખ પણ તેમા કરવામા આવ્યો છે. સાથે બિન સચિવાલયની પરીક્ષાની તારીખ જાહેર કરવાની વાત પણ તેમા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં હવે જનતા પણ સમજી ગઇ છે તેના વોટની કિંમત શું છે, આ જ કારણ છે કે હવે વોટ પહેલા જ કામને લઇને જનતા તરફથી સતત ઉમેદવારોને ચેતવણીરૂપે પોસ્ટર લગાવી પોતાની માંગોની સ્પષ્ટતા કરવામા આવી રહી છે. જો કામ નહી તો વોટ નહી, આ પ્રકારની માંગ સાથેે હવે જનતા પણ હવે જીદે ચઢી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Surat: ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો

covid19: મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….

Crime: છેડતીના કેસમાં જામીન પુર છુટીને યુવકે ફરી તે જ યુવતીની કરી છેડતી, યુવતીનો પીછો કરી કર્યા ગંદા ઈસારા

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ