Preschool Registration/ મંડળોના વિરોધ વચ્ચે રાજ્યમાં પ્રી-સ્કૂલ રજિસ્ટ્રેશનનો આજથી પ્રારંભ

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના વિરોધ વચ્ચે રાજ્યમાં પ્રી-સ્કૂલ રજિસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. તેમા ઓનલાઇન અરજીના આધારે મંજૂરીનો નિર્ણય લેવાયો છે. તેમા વર્ગદીઠ પાંચ હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવતા મંડળોએ વિરોધ નોંધાવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 19T123049.194 મંડળોના વિરોધ વચ્ચે રાજ્યમાં પ્રી-સ્કૂલ રજિસ્ટ્રેશનનો આજથી પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના વિરોધ વચ્ચે રાજ્યમાં પ્રી-સ્કૂલ રજિસ્ટ્રેશનનો (Preschool Registration) પ્રારંભ થયો છે. તેમા ઓનલાઇન અરજીના આધારે મંજૂરીનો નિર્ણય લેવાયો છે. તેમા વર્ગદીઠ પાંચ હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવતા મંડળોએ વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વર્ગદીઠ આટલી ઊંચી ફી સામે વિરોધ ઉઠાવ્યો છે.

તેની સાથે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સાથે ત્રણ મંડળોએ આ ફીનો વિરોધ કરતા પ્રી-સ્કૂલોને રજિસ્ટ્રેશન ન કરાવવા અપીલ કરી છે. આ ઉપરાંત રજિસ્ટર ભાડા કરારને લઈને પણ મંડળોને વાંધો પડ્યો છે. અખિલ ગુજરાત, ગુજરાત રાજ્ય અને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ફીનો વિરોધ કરી રહ્યું છે. આમાં ઓનલાઇન ચકાસણી બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમા સાત જેટલા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવનારી છે.

રાજ્યમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખાનગી ધોરણે પ્રી-પ્રાઇમરી સ્કૂલો, નર્સરી, સિનિયર, જુનિયર, કેજી, બાલવાટિકા ધમધમી રહી છે. આવામાં પ્રી-પ્રાઇમરી સ્કૂલને લઈને રાજ્ય સરકારે નવી પોલિસી બનાવી છે. આ મુજબ રાજ્યમાં હવે પ્રી-પ્રાઇમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

રાજ્ય સરકારની નવી પોલિસીમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રી-પ્રાઇમરી સ્કૂલોનું સંચાલન જિલ્લા શિક્ષણ અધિકારી અને મનપા-નગરપાલિકા વિસ્તારમાં આવેલી નર્સરી, સિનિયર, જુનિયર કેજીનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ