બાબાની બોલબાલા!/ ગુજરાતમાં બાગેશ્વર બાબાના પ્રવાસને લઈને આવી કરી છે તૈયારી

હાલ ચર્ચા અને વિવાદોમાં ચાલતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે. તેમનો ચાહક વર્ગ ખૂબ મોટો છે.તારીખ 26 મેથી 3 જૂન સુધી બાગેશ્વર બાબા ગુજરાતનાં ચાર મહાનગર- સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે સભા સંબોધવાના છે.

Gujarat Others
Untitled 102 ગુજરાતમાં બાગેશ્વર બાબાના પ્રવાસને લઈને આવી કરી છે તૈયારી
  • ગુજરાતમાં બાગેશ્વર બાબાનો પ્રવાસ
  • 500 કાર સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે
  • ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન
  • કાયદા વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાશે
  • ચાર્ટર્ડ પ્લેનમાં બાબા ગુજરાત પધારશે

હાલમાં  બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ ખૂબજ ચર્ચામાં છે.ધીરેન્દ્ર શાસ્ત્રીનો ચાહક વર્ગ ખૂબ જ મોટો છે.બાગેશ્વર ધામના  બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી  26 મે થી 3 જૂન સુધી ગુજરાતમાં પધારવાના છે.આ સાથે જ સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં દિવ્ય દરબારનું પણ આયોજન કરાયું છે.ત્યારે કેવી છે બાબાને લઈને તૈયારી અને કેવો છે માહોલ જાણીએ આ અહેવાલમાં…

Bageshwar Baba Dhirendra Krishna Shastri Exclusive Interview On Abp News | Bageshwar Baba Exclusive: 'सनातन हिंदू राष्ट्र से दिक्कत वाले दूसरे देश जाएं, मैं कोई चमत्कारी नहीं', Abp न्यूज़ ...

હાલ ચર્ચા અને વિવાદોમાં ચાલતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે. તેમનો ચાહક વર્ગ ખૂબ મોટો છે.તારીખ 26 મેથી 3 જૂન સુધી બાગેશ્વર બાબા ગુજરાતનાં ચાર મહાનગર- સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે સભા સંબોધવાના છે. જેને  લઈને તેમના ભક્તો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ મહાનગરોમાં પ્રવાસ માટે બાબા ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરશે.આ સાથે જ બાબા શે. રૂ.80 લાખના ખર્ચે તૈયાર થયેલા દસ બેડરૂમના બંગલામાં રહેશે. તેમની સભાઓ દરમિયાન દૈનિક 1.50 લાખ જેટલા ભક્તો ઉપસ્થિત રહેશે અને 500 જેટલી કાર સાથે તેમની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા આ સમગ્ર આયોજન અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવે છે.સૌપ્રથમ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્ય દરબારનો પ્રારંભ સુરત ખાતેથી કરશે.

Supporting Bageshwar Baba is supporting Hindu Rashtra; here's why

 જેમાં તારીખ 26 અને 27 મે 2023ના રોજ સભા સંબોધન કરશે.આને લઈને બાગેશ્વર ધામ સરકાર આયોજક સમિતિ દ્વારા બેઠકો શરૂ કરીને આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. 26 મેના રોજ તેઓ ચાર્ટર્ડ પ્લેનથી સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યાર બાદ તેઓ તેમના નિવાસસ્થાનની જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પહોંચશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકચાહના દિવસે દિવસે સતત વધી રહી છે. તેઓ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે, જેને કારણે લોકોની આસ્થા પણ ખૂબ જ વધી છે. આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ સુપેરે પાર પાડવા ભવ્ય અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Madhya Pradesh 21 People Missing From Pandit Dhirendra Shastri Bageshwar Dham In 4 Months MP News ANN | MP News: बागेश्वर धाम से 4 महीने में 21 लोग लापता, गायब होने वालों

શ્રોતાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં શ્રોતાઓ માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે તેમજ નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ભવ્ય સ્ટેજ બનાવવામાં આવશે છે તથા એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવશે.આની સાથે સાથે જ અહિં કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. લાખોની સંખ્યામાં બે દિવસમાં લોકો અહીં મેદાન ઉપર ઊમટી પડશે, જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પર ખાસ ધ્યાનમાં રાખી છે. કાયદા વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહે અને સાથે સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનાં દર્શન પણ સૌકોઈ સારી રીતે કરી શકે એવો અમે પ્રયાસ કરી રહ્યા છે. બેઠક વ્યવસ્થા પણ એ પ્રકારે જ ગોઠવવામાં આવશે. નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Bageshwar Dham Sarkar: The Indian guru making headlines over 'miracle' cures - BBC News

પહેલી સભા સુરતમાં પૂર્ણ થાય બાદ બાબા અમદાવાદ ખાતે સભા સંબોધવા માટે જશે.આ અગાઉ પણ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી આ જગ્યા પર આવી ચૂક્યા છે અને ફરીથી તેઓ આવશે તે તેમણે સંકલ્પ કર્યો હતો. એને લઇ 29 અને 30 મેના રોજ બે દિવસ અહીં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના રહેવા માટે ખાસ બંગલાની વ્યવસ્થા કરવામાં આવી છે. આખો નવો બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. તેમના સચિવ સાથે તેઓ રહેશે. બંગલાની સિક્યોરિટી માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે.સ્ટાફ માટે 20 જેટલાં મકાનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

bageshwar baba controversy, … then you are not a Hindu, even Gadkari bows his head before Bageshwar Baba who speaks outright – bageshwar dham sarkar nitin gadkari pranam to Dhirendra Krishna Shastri Maharaj

આ પછી 31 તારીખે રાજકોટમાં સભા હોવાથી  બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી જશે. આ કાર્યક્રમ માટે રેસકોર્સ મેદાનમાં સમિતિ દ્વારા વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે જુદી-જુદી 32 સમિતિ બનાવી અને તેના 600 જેટલા કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં અંદાજે 75 હજારથી વધુ લોકો હાજર રહેવાની સંભાવના છે.રાજકોટમાં કાર્યક્રમ બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરામાં દિવ્ય દરબાર કરશે. નવશક્તિ ગરબા મહોત્સવ અને વડોદરા શહેર ભાજપ તરફથી આગામી ત્રણ જૂનના રોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

Baba Bageshwar Dham :पंडित धीरेंद्र शास्त्री को लेकर बिहार में सियासत, जदयू-राजद पर भाजपा का हमला - Baba Bageshwar Dham: Protest On The Arrival Of Dhirendra Shastri In Patna; Tej Pratap, Giriraj

વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ અને લેપ્રસી ગ્રાઉન્ડમાંથી દિવ્ય દરબારના સ્થળની પસંદગી કરવામાં આવશે તેમ શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજન કમલેશભાઈ પરમારે જણાવ્યું હતુંધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટર્ડ પ્લેનમાં વડોદરા આવશે.નવશક્તિ ગરબા મહોત્સવના આયોજક કમલેશભાઈ પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ જૂનના રોજ સવારે 9 વાગે ગુરુજી રાજકોટથી ચાર્ટર્ડ પ્લેન મારફત વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી કાર મારફત કાર્યક્રમ સ્થળે પહોંચશે. ત્રણ જૂને સવારે દસ વાગ્યાથી વિવિધ સમાજ અને સંગઠનોના મહાનુભાવોને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજી મળશે અને સાંજે 5થી રાત્રે 9 વાગ્યા દરમિયાન લોકો માટે દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબારમાં એકથી દોઢ લાખ લોકો આવશે.

આ પણ વાંચો:શું તમને પીઝા બહુ ભાવે છે,તો પહેલા આ વાંચી લેજો…ડોમિનોઝ અને લા પીનોઝના સેમ્પલ ફેલ

આ પણ વાંચો:બાળકના મોતનું કારણ બન્યું ચીકુનું બી, જાણો કેવી રીતે

આ પણ વાંચો:એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે પરિણીતા પર કર્યો હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

આ પણ વાંચો:સુરતના વેપારીનો ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર,પેકેટમા કેટલા ડાયમંડ છે તે બાબા કહીદે..તો માનું

આ પણ વાંચો:રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવા જ સ્તરે લઈ જવા 94 માર્ગોના વિકાસ માટે 2213 કરોડ મંજૂર કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ