Veer Bal Diwas/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ડિસેમ્બરે ‘વીર બાલ દિવસ’ના ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી ડિસેમ્બર, 2022ના રોજ બપોરે 12:30 વાગ્યે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે

Top Stories India
Veer Bal Diwas

Veer Bal Diwas :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી ડિસેમ્બર, 2022ના રોજ બપોરે 12:30 વાગ્યે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી લગભગ ત્રણસો બાલ કીર્તનીઓ દ્વારા રજૂ કરાયેલા ‘શબદ કીર્તન’માં હાજરી આપશે. આ મહત્વપૂર્ણ અવસર પર પ્રધાનમંત્રી દિલ્હીમાં લગભગ ત્રણ હજાર બાળકો દ્વારા માર્ચ-પાસ્ટને ફ્લેગ ઓફ પણ કરશે.

સાહિબજાદોની અનુકરણીય હિંમતની વાર્તા વિશે નાગરિકોને, ખાસ કરીને નાના બાળકોને માહિતગાર કરવા અને શિક્ષિત કરવા સરકાર દેશભરમાં ઇન્ટરેક્ટિવ અને સહભાગી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ પ્રયાસમાં દેશભરની શાળાઓ અને કોલેજોમાં નિબંધ લેખન, ક્વિઝ સ્પર્ધા અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશન, પેટ્રોલ પંપ, એરપોર્ટ વગેરે જેવા જાહેર સ્થળો પર ડિજિટલ પ્રદર્શનો ગોઠવવામાં આવશે, કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જ્યાં મહાનુભાવો સાહિબજાદોની જીવનગાથા અને બલિદાનનું વર્ણન કરશે.

9મી જાન્યુઆરી 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના દિવસે, પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહિબજાદાઓ બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીની શહાદતને ચિહ્નિત કરવા માટે 26મી ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે મનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઈ.સ.1704 ની 20 ડિસેમ્બરે મોગલ સેનાએ દિલ્હીના આનંદપુર સાહેબ કિલ્લા પર હુમલો કર્યો હતો. ગુરુ ગોવિંદસિંહ મોગલોને સ્વાદ ચખાડવા માગતા હતા પરંતુ તેમના દળમાં સામેલ શીખોએ ખતરાને જોતા ત્યાંથી જતા રહેવાનું યોગ્ય માન્યું. ગુરુ ગોવિદ સિંહને પણ આ વાત યોગ્ય લાગી અને તેઓ પૂરા પરિવાર સાથે આનંદપુર કિલ્લો છોડીને જતા રહ્યાં. સરસા નદીમાં પાણીનું વહેણ ઘણું ઝડપી હતું. આને કારણે નદી પાર કરતા ગુરુ ગોવિંદસિંહનો પરિવાર વિખૂટો પડી ગયો. ગુરુ ગોવિંદ સિંહની સાથે બન્ને સાહેબજાદા બાબા અજિત સિંહ અને બાબા ઝુઝાર સિંહની સાથે ચમકોર પહોંચી ગઈ પરંતુ માતા ગુજરી અને તેમના બન્ને નાના પુત્ર જોરાવર સિંહ અને બાબા ફતેહસિંહ મોગલના હાથે ઝડપાઈ ગયા. મોગલોએ તેમને ઈસ્લામ અંગીકાર કરવાનું જણાવ્યું પરંતુ તેઓ બન્ને ટસના મસ ન થયા. આખરે મોગલોએ 26 ડિસેમ્બર 1704ના દિવસે બન્નેને દિવાલમાં જીવતા ચણાવી લીધા તથા માતા ગુજરીને સરહિંદના કિલ્લા પરથી ધક્કો મારીને મારી નખાયા હતા.

NASA/હાથમાં ત્રિરંગો, ચહેરા પર સ્મિત! શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ઉડાન ભરનાર પ્રથમ ભારતીય મહિલા