Gujarat/ ખાનગી શાળામાં ખોબાભરીને ફી ચૂકવતા પહેલા ચેતજો !! રાજ્યની ખાનગી સ્કૂલોમાં લાયકાત વગરના શિક્ષકો આપી રહ્યા છે શિક્ષણ

ધોરણ 1 થી 5માં PTC હોવું જોઈએ. ધોરણ 6 થી 8માં BA , B.ED હોવી જોઈએ. માધ્યમિકમાં BA, B.ED, BSC, હોવું જોઈએ. હાયર સેકન્ડરીમાં MA, MSC, BED હોવું જોઈએ.

Gujarat Others
Untitled 2 10 ખાનગી શાળામાં ખોબાભરીને ફી ચૂકવતા પહેલા ચેતજો !! રાજ્યની ખાનગી સ્કૂલોમાં લાયકાત વગરના શિક્ષકો આપી રહ્યા છે શિક્ષણ

ગુજરાત રાજ્યમાં શિક્ષણ જગતના સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની ખાનગી સ્કૂલોમાં લાયકાત વગરના શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે. ખાનગી સ્કૂલોમાં શિક્ષકોની લયકાત અંગેનો કોઈ ડેટા સરકાર કે શિક્ષણ વિભાગ પાસે નથી હોતો. FRCમાં સ્કૂલ ખર્ચમાં માત્ર શિક્ષકોનું લિસ્ટ મંગવામાં આવે છે લાયકાત અંગેની કોઈ વિગતો માંગવામાં આવતી નથી.

શાળા સંચાલકો લાયકાત વાળા શિક્ષકો બતાવી સંચાલકો FRCમાંથી મોટી ફી પાસ કરાવે છે. એટ્લે કે સમની શબ્દોમાં કહી એ તો વાલી પાસેથી મોટી ફી ઉઘરાવવાનો પરવાનો. પરંતુ કમનસીબી એ છે કે ખાનગી શાળાના ઇન્ફ્રાને જોઈ વાલી એવા તો મોહિત થઈ જાય છે કે શિક્ષકોની લયકાત કે શિક્ષણની ગુણવત્તા સંબંધિત કોઈ જ તપસ કરતાં નથી અને ફી સાથે મોટી રકમના ખાનગી ટ્યુશના ખાડામાં પણ ઉતરી જાય છે.  અને તેને જ પોતાનું સ્ટેટ્સ સિમ્બોલ પણ ગણે છે.

જો કે સરકારી નિયમો અનુસાર ખાનગી સ્કૂલમાં શિક્ષકની ઓછામાં ઓછી આ લાયકાત હોવી જોઈએ. ધોરણ 1 થી 5માં PTC હોવું જોઈએ. ધોરણ 6 થી 8માં BA , B.ED હોવી જોઈએ. માધ્યમિકમાં BA, B.ED, BSC, હોવું જોઈએ. હાયર સેકન્ડરીમાં MA, MSC, BED હોવું જોઈએ. આ નિયમો NCTE એ વર્ષો પહેલા નક્કી કર્યા હતા. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા આ લાયકત નક્કી કરાઈ હતી.

શિક્ષક લાયકાત બાબતે શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં છે. રાજ્યની હજારો સ્કૂલોમાં લાયકાત વગરના શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે. સંચાલકને ઓછો પગાર ચૂકવવો પડે માટે લાયકાત વગરના શિક્ષકો ભરે છે. રાજ્યના એક પણ DEO પાસે લાયકાત વગરના શિક્ષકોનો ડેટા નથી. DEO ની જવાબદારી સ્કૂલોમાં શિક્ષકો લાયકાત ધરાવે કે કેમ તે ચકાસણી કરવી છે.

સુરત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યની શાળાઓનો પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. શહેરની 40 ખાનગી શાળામાં 135 શિક્ષકો લાયકાત વગરના છે. શાળાના ટ્રસ્ટીઓને સૂચનો આપવામાં આવ્યા છે કે 31 મે 2022થી આવા શિક્ષકોને દૂર કરવા આવે. તેની સાથે આ મામલે શાળાના ટ્રસ્ટીઓને 3 દિવસ સુધીમાં બાંહેધરી પત્રક જમા કરાવવાનું રહેશે. લાયકાત વગરના શિક્ષકોને દૂર નહીં કરનારી શાળાઓ સામે નોટિસ આપવાથી માંડીને માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થશે.

શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓ પાસેથી ઓનલાઇન માહિતી માગવામાં આવી અને આ માહિતી પરથી ખાનગી શાળામાં લાયકાત વગરના શિક્ષકોએ હોવાનું સામે આવ્યું છે. માઉન્ટ મેરી મિશન શાળામાંથી 20, સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા વેડરોડમાંથી 16, પુણાગામમાં આવેલી અક્ષયધામ હાઇસ્કુલમાંથી 11 શિક્ષકો ડીગ્રી વગરના મળી આવ્યા છે.