ગુજરાત/ થરામાં ખુલ્લેઆમ વલ્લી મટકાનો જુગાર અને દારૂ વેચાતો હોવાની લોક મુખે ચર્ચાઓ

થરા બસ સ્ટેશન ની અંદર પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર બસસ્ટેશનને બાનમાં લીધું હોય તેવી રીતે કોઈની કે પોલીસની બીક વગર ખુલ્લેઆમ દારૂની બોટલ સાથે એક વ્યક્તિ નશામાં ધૂત સૂતો જોવા મળ્યો હતો

Gujarat Others
Untitled 72 1 થરામાં ખુલ્લેઆમ વલ્લી મટકાનો જુગાર અને દારૂ વેચાતો હોવાની લોક મુખે ચર્ચાઓ

ગાંધીના ગુજરાતમાં એક બાજુ સરકાર દારૂ બંધીની મસ્ત મોટી વાતો કરે છે ત્યારે થરા વિસ્તારમાં લોકો ના કહેવા મુજબ થરા માં ખુલ્લે આમ સન્ટેન્ડ બનાવી ને દારૂ વહેચાઈ રહીયો છે ત્યારે થરાની બજારમાં કેટક વિસ્તારમાં બૂટલેગરો દ્વારા ખુલ્લે આમ દારૂ વહેંચી રહ્યા છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે તેમજ વરલી મટકાનો જુગાર પણ રમાઈ રહ્યા હોવાની ચર્ચાઓ એ જોડ પકડું છે.

આજે થરા બસ સ્ટેશન ની અંદર પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર બસસ્ટેશનને બાનમાં લીધું હોય તેવી રીતે કોઈની કે પોલીસની બીક વગર ખુલ્લેઆમ દારૂની બોટલ સાથે એક વ્યક્તિ નશામાં ધૂત સૂતો જોવા મળ્યો હતો ત્યારે બસ સ્ટેશન પર લોકોએ પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતા તેમજ આવી રીતે ખુલ્લો દારૂ ક્યાંથી લઈ આવ્યા હસે ?ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂની બોટલ સાથે જોવા મળતા ગુજરાતમાં દારૂબંધીને પોલ ખુલતી જોવા મળી હતી.

સાચે જ થરા બજારમાં ખુલ્લે આમ દારૂના સ્ટેન્ડ ચાલે છે કે કેમ તે તપાસનો વિષય છે ત્યારે આ વ્યક્તિ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હસે અને દારૂમાં ધુધ બસ સ્ટેશન ઉપર જ દારૂના નશામાં જોવા મળ્યો હતો ત્યારે આ બાબતે બસ સ્ટેશન ના કંટ્રોલ પોઈન્ટ પરથી પણ પોલીસને જાણ કરવામાં આવી હતી પણ પોલીસ સ્થળ પર આવી ન હતી.

 આ વ્યક્તિને કેટલાક લોકોએ પાણી રેડીને ઉભો કરવાની પ્રયત્ન કરતા ખરાબ શબ્દોમાં બોલતો જોવા મળ્યો હતો ત્યારે આવા લોકો દારૂ ક્યાંથી લાવે છે તે તપાસ કરી અને બુટલેગરો સામે કડક પગલાં લેવા જઈએ તેવું લોકમુકે ચર્ચાતું જોવા મળ્યું હતું અને પોલીસ પર સવલો ઉઠવા પામ્યા હતા.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર