અમદાવાદમાં વરસાદ/ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યારે અચાનક જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

Ahmedabad Gujarat
ahmedabad rain

ગુજરાતમાં 15 જૂને અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન Cyclone બિપરજોયનો પ્રવેશ થવાની સંભાવના છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે અસર કરતું આ ચોથું મોટું ચક્રવાત છે. આ સાથે જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારથી જ શહેરમાં પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો. આ સાથે જ અત્યારે ઠેર ઠેર અમદાવાદ શહેરના  વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

કેટલીક જગ્યાએ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરુ થઇ ગયો છે જેમાં SG હાઈવે શ્યામલ, પ્રહલાદનગરમાં વરસાદ ચાલી રહ્યો છે. આ સાથે જ સરખેજ, બોપલ, ઘુમા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

 

આ પણ વાંચો:ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું, જાણો કયા રાજ્યમાં ક્યારે આપશે દસ્તક

આ પણ વાંચો:વાવાઝોડા બાદ કામગીરી કરવી કેટલી મુશ્કેલ? જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની અસરના પગલે શ્રી કૃષ્ણ મંદિરમાં ઘુસ્યું પાણી

આ પણ વાંચો:‘બિપરજોય’નો વધતો પ્રકોપ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 37,800 લોકોનું કરાયું સ્થળાંતર