ઘટાડો/ રાજસ્થાનના મુખ્યમંત્રીએ પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી

રાજયની પ્રજાને ફાયદો થાય તે હેતુથી પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત મુખ્યમંત્રી અશોક ગેહેલોતે કરી છે્

Top Stories India
RAJASTHAN રાજસ્થાનના મુખ્યમંત્રીએ પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની વાત કરી છે, રાજયની પ્રજાને ફાયદો થાય તે હેતુથી પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત મુખ્યમંત્રી અશોક ગેહેલોતે કરી છે્.મુખ્યમંત્રીએ  કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી કે પેટ્રોલ અને ડીઝલ પરની આબકારી જકાત (એક્સાઈઝ ડ્યુટી) વધુ ઘટાડે જેનાથી પ્રજાને વધુ રાહત મળશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા રેકોર્ડ વધારા બાદ સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકારે 3 નવેમ્બરે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ. 5 અને 10નો ઘટાડો કર્યો હતો. આ સિવાય કોંગ્રેસ શાસિત પંજાબ સહિત ઘણા રાજ્યોમાં તેમની કિંમતો પર વેટ ઘટાડવામાં આવ્યો હતો. ત્યારથી રાજસ્થાન સરકાર પર પણ દબાણ હતું.

આ મુદ્દે રાજનીતિ ત્યારે વધુ ઘેરી બની જ્યારે પંજાબ સરકારે એક જાહેરાતમાં દાવો કર્યો કે અહીં ઈંધણના ભાવ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન કરતા ઓછા છે. મંગળવારે જોધપુરના એક ગામમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે જ્યારે તમામ રાજ્યોએ કિંમતોમાં ઘટાડો કર્યો છે, તો આપણે પણ તેમાં ઘટાડો કરવો પડશે.

ગેહલોતે કહ્યું, ‘અમારી સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડીને રાજ્યમાં સામાન્ય માણસને પણ રાહત આપશે.’ જો કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા માટે કેન્દ્રને જવાબદાર ઠેરવતા ગેહલોતે કહ્યું કે કેન્દ્ર સરકારે ઈંધણ પર જંગી ટેક્સ લાદીને લોકોને લૂંટ્યા છે અને હવે તેઓ નાની રાહત આપી રહી છે. તેઓએ આબકારી જકાત વધુ ઘટાડવી જોઈએ.