IPL/ રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસનને કર્યો Retain, આપશે મોટી રકમ

સંજુ સેમસન ઉપરાંત રાજસ્થાન રોયલ્સની ટીમ વધુ ત્રણ ખેલાડીઓને રિટેન કરવા માંગે છે. ફ્રેન્ચાઇઝી ચાર ખેલાડીઓને જાળવી રાખવા માંગે છે. બીજી તરફ, સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સે 14 કરોડનાં કરાર સાથે જાળવી રાખ્યો છે.

Sports
સંજૂ સેમસન

રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને પોતાની પ્રથમ રીટેન્શન તરીકે જાળવી રાખ્યો છે. સંજુ સેમસનને આગામી ત્રણ વર્ષ માટે ફ્રેન્ચાઈઝીએ જાળવી રાખ્યો છે. ESPN ક્રિકઇન્ફોનાં સમાચાર અનુસાર, સંજુ સેમસન ટીમનો કેપ્ટન રહેશે. તેની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ગત સીઝનમાં સાતમાં સ્થાને રહી હતી.

સંજૂ સેમસન
સંજૂ સેમસન

આ પણ વાંચો – IND Vs NZ / શ્રેયસ ઐયરે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી શાનદાર સદી, આ ક્લબમાં થયો સામેલ

સંજુ સેમસન ઉપરાંત રાજસ્થાન રોયલ્સની ટીમ વધુ ત્રણ ખેલાડીઓને રિટેન કરવા માંગે છે. ફ્રેન્ચાઇઝી ચાર ખેલાડીઓને જાળવી રાખવા માંગે છે. બીજી તરફ, સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સે 14 કરોડનાં કરાર સાથે જાળવી રાખ્યો છે. હરાજીનાં નિયમો અનુસાર, જો કોઈ ફ્રેન્ચાઈઝી ચાર ખેલાડીઓને જાળવી રાખે છે, તો પ્રથમ ખેલાડીનો કરાર 16 કરોડનો હોવો જોઈએ. જોકે, સેમસને માત્ર 14 કરોડમાં જ ટીમ માટે રમવા માટે સંમતિ આપી છે.

બીજી તરફ જો રાજસ્થાન રોયલ્સ ચાર ખેલાડીઓને રિટેન કરશે તો તેઓ 48 કરોડનાં પર્સ સાથે હરાજીમાં જશે. સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સે બીજી વખત 8 કરોડમાં ખરીદ્યો હતો. તેણે વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી અને ટીમની કપ્તાની પણ કરી હતી.

સંજૂ સેમસન
સંજૂ સેમસન

આ પણ વાંચો – IND Vs NZ / ‘એ મુહ સે સુપારી નિકાલ કર કે બાત કર રે બાબા’ દર્શકોને આ રીતે ટ્રોલ કરી રહ્યા છે વસીમ જાફર

જો રાજસ્થાન રોયલ્સ દ્વારા અન્ય ખેલાડીઓને જાળવી રાખવાની વાત કરીએ તો તેમાં ઈંગ્લેન્ડનાં ઘણા ખેલાડીઓ સામેલ થઈ શકે છે. જોસ બટલર, જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને લિયામ લિવિંગસ્ટોન જેવા દિગ્ગજ ખેલાડીઓ ફ્રેન્ચાઇઝી દ્વારા જાળવી રાખવાની રેસમાં મોખરે હોવાનું માનવામાં આવે છે. જો કે જોફ્રા આર્ચરની ફિટનેસની પણ ચર્ચા થશે. કારણ કે ઘણી વખત તેઓ ઈજાનાં કારણે અંદર-બહાર જતા રહ્યા છે. તે IPL 2021 માં બિલકુલ રમ્યો ન હતો અને ન તો T20 વર્લ્ડકપનો ભાગ હતો અને આગામી એશિઝ સીરીઝમાં પણ રમશે નહીં.