કમરતોડ રસ્તો/ રાજકોટ ભાવનગર હાઇવે બન્યો ખખડધજ, મસમોટા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ

રાજકોટ ભાવનગર હાઈવે આટકોટનાં બુઢણપરી નદીનો નવો પુલ પરથી હજારો વાહનો ની અવર જ્વર થતી હોય છે ત્યારે આ પુલ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે

Rajkot Gujarat
Untitled 9 રાજકોટ ભાવનગર હાઇવે બન્યો ખખડધજ, મસમોટા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ

@કરશન બામટા

રાજકોટ ભાવનગર હાઈવે આટકોટનાં બુઢણપરી નદીનો નવો પુલ પરથી હજારો વાહનો ની અવર જ્વર થતી હોય છે ત્યારે આ પુલ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે પુલના સળીયા દેખાય રહ્યા છે સરકારનાં લાખોનાં ખર્ચ બનેલો પુલ લોટ પાણીને લાકડા જેવો થઇ ગયો વરસાદી પાણી ભરાઇ જતાં હોય છે વાહન ચલાવવું મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વાહનોનાં અડધા ટાયરો ચાલ્યા જાય તેટલા મોટાખાડાઓ પડી ગયા છે છતાંય તંત્ર દ્વારા સબ સલામત છે તેવો ધાટ છે મગર નાં પીઠ જેવો રોડ છે ઠેરઠેર ગાબડાં પડી ગયા છે ઈગલો દેખાય છે કોઈ મોટી દુર્ઘટના બનશે તેની જવાબદારી કોની રહેશે.

આ ઉપરાંત ગોંડલ,જેતપુર,જૂનાગઢ,પોરબંદર,સોમનાથ જવાનો આ મુખ્ય હાઇવે હોવાથી લાખો વાહન ચાલકો દિવસના અહીંયાથી પસાર થતા હોય છે.ઘણી વખત આ 3 થી 5 કિલોમીટરનું અંતર પસાર કરતા એક – એક કલાક જેટલો સમય વિતી જાય છે.

આ ખાડાઓના કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને ભરેલા હોય ત્યારે ખાડાઓનો અંદાજ ન આવતા માલવાહક વાહનો પલટી પણ મારી જવાના અનેક બનાવો સામે આવ્યા છે.ત્યારે સ્થાનિક લોકો અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ થાય તેવી માગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો:જીટીયુના કુલપતિને લખાયો પત્ર, વિદ્યાર્થીઓ તથા સંસ્થાના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત

આ પણ વાંચો:ઉજડા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ”માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા ઉઠાવ્યા”

આ પણ વાંચો:વરસાદમાં સોળે કળાએ ખીલ્યો શંકર ધોધ, આસપાસ સ્વર્ગ જેવો માહોલ જોવા મળ્યો

આ પણ વાંચો:પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ, આખલાએ બાળકને લીધું અડફેટે:જુઓ CCTV