Not Set/ રાજકોટ: રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલ યુવકને જીવતો સળગાવ્યો

રાજકોટ, રાજકોટના ગોંડલમાં એક યુવાનને જીવતો સળગાવવાની ઘટના સામે આવી છે. રૂપિયાની ઉઘરાણી બાબતે આ યુવાનને જીવતો સળગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ભોગ બનનાર યુવાને  કોઇ અન્ય યુવકને 20 હજાર રૂપિયા આપ્યા હતા. જેથી આ ભોગબનનાર યુવાન પૈસા લેવા માટે ગયો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે બોલચાલી થઇ હતી. આ […]

Top Stories Rajkot Gujarat
mantavya 362 રાજકોટ: રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલ યુવકને જીવતો સળગાવ્યો

રાજકોટ,

રાજકોટના ગોંડલમાં એક યુવાનને જીવતો સળગાવવાની ઘટના સામે આવી છે. રૂપિયાની ઉઘરાણી બાબતે આ યુવાનને જીવતો સળગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર આ ભોગ બનનાર યુવાને  કોઇ અન્ય યુવકને 20 હજાર રૂપિયા આપ્યા હતા. જેથી આ ભોગબનનાર યુવાન પૈસા લેવા માટે ગયો હતો.

આ દરમિયાન બન્ને વચ્ચે બોલચાલી થઇ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં યુવકે કેરોસીન છાંટીને તેને જીવતો સળગાવી દીધો હતો.

યુવકને જીવતો સળગાવાતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આ ઘટનાને પગલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.