Not Set/ પોતાની છોકરીનું કન્યાદાન કરે એ પહેલા જ માતાપિતાનું મોત, પરિવારમાં છવાયો માતમ

ગુજરાતમાં કોરોના વાયરસનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. હાલના સમયમાં રાજ્યમાં ૧૨ હજારથી પણ વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે

Gujarat Rajkot
A 271 પોતાની છોકરીનું કન્યાદાન કરે એ પહેલા જ માતાપિતાનું મોત, પરિવારમાં છવાયો માતમ

ગુજરાતમાં કોરોના વાયરસનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. હાલના સમયમાં રાજ્યમાં ૧૨ હજારથી પણ વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે અને 100થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. આ સ્થિતિમાં રાજ્યના ઘણા એવા પરિવારો છે, જે આ ઘાતક વાયરસને કારણે ઉજળી ગયા છે.

આ જ રીતે કોરોનાની આ વિસમ સ્થિતિમાં રાજકોટમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં માત્ર 12 કલાકના ગાળામાં જ એક દંપતીનું મોત થઇ ગયું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે.

આ પણ વાંચો :કરજણમાં હિટ એન્ડ રનની ઘટના, MLA અક્ષય પટેલના પુત્રએ વૃદ્ધને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત

મળતી માહિતી મુજબ, મૃતક અમૃતભાઈ રાઠોડ રાજકોટ શહેર પોલીસના બી ડિવિઝન પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા હતા અને આ દરમિયાન તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. પરંતુ ચાર દિવસ બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે તબિયત બરાબર થઈ ન હોવાના કારણે તેઓ સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેમાં ગત 19મી એપ્રિલના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

બીજી બાજુ આ અમૃતભાઈ રાઠોડના મોત થયાના માત્ર 12 કલાકના સમયગાળામાં જ તેમની પત્નીનું મોત થઇ ગયું હતું. જેને લઈને પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સાથે સાથે ત્રણ સંતાનોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.

આ પણ વાંચો :ભુજની એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો, હોસ્પિટલ થઇ હાઉસફૂલ

આપને જણાવી દઈએ કે, આ ઘટનાની એક મોટી બાબત એ છે કે, રાઠોડ પરિવારમાં આગામી 24મી મેના રોજ દંપતી પોતાની દીકરીનું લગ્ન હતું અને જ્યાં માતાપિતા કન્યાદાન કરવાના હતા, પરંતુ દીકરીનું કન્યાદાન કરે તે પહેલા માતાપિતાનું નિધન થતા પરિવારમાં શોકમગ્ન થઇ ગયો છે.

આ પણ વાંચો :અમદાવાદમાં આતંક વરસાવતો કોરોના, એક્ટિવ કેસની સંખ્યા વધી 23,995 પર પહોચી

આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટનાઓ યથાવત, હવે એમ્બ્યુલન્સનું એક્સિડન્ટ થતા 2ના મોત