RMC/ રાજકોટના કોર્પોરેટરોને મળશે માસિક માત્ર 15,000 ભથ્થું તથા વર્ષે રૂ.15 લાખની ગ્રાન્ટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે કોર્પોરેટરો અને માસિક કેટલું વેતન મળશે તે અંગે સામાન્ય પ્રજામાં જિજ્ઞાસા જોવા મળતી હોય છે.રાજકોટ મહાનગર પાલિકાના સૂત્રો

Top Stories
rmc 5 રાજકોટના કોર્પોરેટરોને મળશે માસિક માત્ર 15,000 ભથ્થું તથા વર્ષે રૂ.15 લાખની ગ્રાન્ટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે કોર્પોરેટરો અને માસિક કેટલું વેતન મળશે તે અંગે સામાન્ય પ્રજામાં જિજ્ઞાસા જોવા મળતી હોય છે.રાજકોટ મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ મહાપાલિકામાં કોર્પોરેટરને પ્રતિ માસ 15 હજારનું ભથ્થું અને તેમના મત વિસ્તારમાં વિકાસકામો માટે વર્ષે રૂ.15 લાખની ગ્રાન્ટ મળવાપાત્ર છે.રાજકોટ મહાપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે જેમાં કુલ ત્રણ ઝોન હેઠળના 18 વોર્ડની 72 બેઠકોમાંથી 68 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે, અને 4 બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને મળી છે. ટૂંક સમયમાં ગેઝેટમાં વિજેતા ઉમેદવારોના નામ પ્રસિધ્ધ થશે ત્યારબાદ તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ ગણાશે. જ્યાં સુધી ગેઝેટમાં નામ પ્રસિધ્ધ ન થાય ત્યાં સુધી તેઓ ‘વિજેતા ઉમેદવાર’ તરીકે જ વ્યાખ્યાયિત થશે. ગેઝેટમાં નામ પ્રસિધ્ધ થયા બાદ ‘કોર્પોરેટર’ કહેવાશે. અને ત્યાર બાદ તેઓ આ ભથ્થું તેમજ જ્ઞાન મળવાપાત્ર થશે.

Education / આ રાજ્યના ધોરણ 9થી 11નાં વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ, મુખ્યમંત્રીની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટરને મહિને 15 હજારનું ભથ્થું અને વર્ષે 15 લાખની ગ્રાન્ટ મળે છે પરંતુ મુખ્ય પદાધિકારીઓને તેમના પદ પ્રભારના વિશેષાધિકાર સ્વપે ગ્રાન્ટની વધુ રકમ મળે છે જેમાં મેયરને વર્ષે રૂ.15 લાખની મુળભૂત ગ્રાન્ટ ઉપરાંત વિશેષ 6 લાખની ગ્રાન્ટ, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ વિરોધપક્ષના નેતાને પણ રૂ.15 લાખની ગ્રાન્ટ ઉપરાંત વિશેષ રૂ.4.50 લાખની ગ્રાન્ટ મળવાપાત્ર હોય છે. અલબત્ત પેટા કમિટીઓના ચેરમેનને કોઈ વિશેષ ગ્રાન્ટ મળતી હોતી નથી.

New Delhi / અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં ઘટાડ્યા કમાન્ડો? CM હાઉસના સૂત્રોનો દાવો

આ ઉપરાંત એ જાણી લઈએ કે નગરસેવકોને મહિને રૂ.15 હજારનું વેતન-ભથ્થું મળે છે તેમાં રૂ.12500ની રકમ માનદ વેતનની હોય છે. રૂ.1500 સ્ટેશનરી ભથ્થું મળે છે અને રૂ.1000 ટેલિફોન ભથ્થા પેટે મળે છે. કુલ રૂ 14500નું વેતન ભથ્થું નિશ્ર્ચિતપે મળવાપાત્ર હોય છે તદ્ ઉપરાંત મિટિંગ દીઠ રૂ.500નું ભથ્થું મળતું હોય છે. સામાન્ય રીતે મહિને એક વખત જ મિટિંગ મળતી હોય છે પરંતુ વધુમાં વધુ પાંચ મિટિંગ બોલાવી શકાય છે અને જો તે મિટિંગમાં સભ્યોનું કોરમ જળવાયું હોય અને કાર્યવાહી થઈ હોય તો પ્રતિ મિટિંગ દીઠ રૂ.500 મળવાપાત્ર હોય છે.તેમને મળતી ગ્રાન્ટનો ઉપયોગ તેમના મત વિસ્તારમાં સાઈન બોર્ડ, સ્ટ્રીટ બોર્ડ, બાંકડા ઉપરાંત નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી, રસ્તા, પેવિંગ બ્લોક વિગેરેના કામમાં વપરાશ કરી શકે છે. નગરસેવક તેમની ગ્રાન્ટ તેમના વોર્ડ હેઠળના વિસ્તારમાં જ વાપરી શકે છે. જ્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને વિશેષાધિકાર સ્વપે મળતી ગ્રાન્ટનો તેઓ શહેરના કોઈપણ વિસ્તારમાં વપરાશ કરી શકે છે.

Political / રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ગાબડું, બક્ષીપંચ મોરચા પ્રમુખે કેસરીયો ધારણ કર્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…