Not Set/ રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી નકલી ફેબીફ્લૂની 8500 ટેબલેટ કરી જપ્ત : લેબોરેટરીમાં થશે તપાસ

રાજ્યમાં કોરોનાની સાથે કૌભાંડોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.રાજ્યવ્યાપી રેમેડેસિવર ઇન્જેક્શન કૌભાંડના ધડાકા બાદ આજે રાજકોટમાંથી નકલી ફેબુફ્લૂનો જથ્થો ઝડપાયો હોવાનું

Gujarat Rajkot
feviblu 1 રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી નકલી ફેબીફ્લૂની 8500 ટેબલેટ કરી જપ્ત : લેબોરેટરીમાં થશે તપાસ

રાજ્યમાં કોરોનાની સાથે કૌભાંડોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.રાજ્યવ્યાપી રેમેડેસિવર ઇન્જેક્શન કૌભાંડના ધડાકા બાદ આજે રાજકોટમાંથી નકલી ફેબુફ્લૂનો જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ફેબીફ્લૂની 8500 જેટલી ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે અને ટેસ્ટિંગ માટે મોકલાઇ છે. દવાના બોક્સ પર ન તો ઉત્પાદકનું નામ કે ન તો એક્સપાયરી ડેટનો ઉલ્લેખ છે.કોરોનાની બીમારીમાં સૌથી વધુ જે દવાનો ઉપયોગ થાય છે તે ફેબુફ્લૂની નકલ થઈ રહી હોવાનું નિહાળી સરકારી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રાજકોટનું ડ્રગ્સ વિભાગે 8500 જેટલી ટેબ્લેટનો કબ્જો લઈ તેને લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવી છે. તેમજ ટૂંક સમયમાં જ આ અંગેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

feviblu 2 રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી નકલી ફેબીફ્લૂની 8500 ટેબલેટ કરી જપ્ત : લેબોરેટરીમાં થશે તપાસ

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રાજકોટના આસિસ્ટન્ટ કમિશનર સુમિત વ્યાસે જણાવ્યું હતું કે, રાજકોટના મંગળા મેઈન રોડ પર આવેલા પરિશ્રમ પ્લાઝામાં કાર્યરત ઓનકોવેક ફાર્મા એજન્સીમાં નકલી ફેબીફ્લુનો જથ્થો આવ્યો હોવાની માહિતી મળતાં જ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. રાજકોટમાં ડુપ્લિકેટ ફેબીફ્લૂનો જથ્થો પડ્યો હોવાની જાણકારી મુંબઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આપવામાં આવી હતી. જેથી ગાંધીનગર દ્વારા રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને માહિતી આપી દરોડા પાડવા સુચના આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

feviblu 3 રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી નકલી ફેબીફ્લૂની 8500 ટેબલેટ કરી જપ્ત : લેબોરેટરીમાં થશે તપાસ

આ ઉપરાંત આસિ.કમિશનર સુમિત વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, લાખોની કિંમતની 8500 જેટલી ટેબ્લેટ કબ્જે કરવામાં આવી છે. તેના બોક્સ ઉપર ઉત્પાદકનું નામ, તેમાં વપરાયેલી સામગ્રી, એક્સપાયરી ડેટ કે લાયસન્સ નંબર કંઈ છપાયેલા નથી. ઓરીજનલ બોક્સ અને મળી આવેલી દવાના બોક્સમાં પણ ઘણું અંતર જોવા મળી રહ્યું હોવાથી આ દવા ડુપ્લિકેટ હોવાની શંકા પ્રબળ બની રહી છે. આ જ કારણથી વિભાગ દ્વારા દવાનો નમૂનો લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો છે અને ત્યાંથી રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે. હાલ ઓનકોવેક ફાર્મા એજન્સીને બંધ કરી દેવામાં આવી છે અને તમામ જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે.

majboor str 24 રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી નકલી ફેબીફ્લૂની 8500 ટેબલેટ કરી જપ્ત : લેબોરેટરીમાં થશે તપાસ