Not Set/ રાજકોટ/ હાર્દિક પટેલે સરકાર સામે બાયો ચઢાવી, ખેડૂતો માટે આંદોલન કરવાની આપી ચીમકી

કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ આજે રાજકોટનાં પ્રવાસે આવ્યા છે, ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યમાં જ્યા કમોસમી વરસાદે ખેડૂતોને રડવા મજબૂર કરી દીધા છે ત્યારે સરકાર શું પગલા લઇ રહી છે અને તેઓ આગળ શું કરવાના છે તેને લઇને આજે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હાર્દિકે કહ્યુ કે, […]

Top Stories Gujarat Rajkot
Hardik Patel2 રાજકોટ/ હાર્દિક પટેલે સરકાર સામે બાયો ચઢાવી, ખેડૂતો માટે આંદોલન કરવાની આપી ચીમકી

કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ આજે રાજકોટનાં પ્રવાસે આવ્યા છે, ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યમાં જ્યા કમોસમી વરસાદે ખેડૂતોને રડવા મજબૂર કરી દીધા છે ત્યારે સરકાર શું પગલા લઇ રહી છે અને તેઓ આગળ શું કરવાના છે તેને લઇને આજે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

હાર્દિકે કહ્યુ કે, ખેડૂતોનાં મુદ્દે અમે આવતી કાલે કલેક્ટરશ્રીને મળવાના છીએ અને પાંચથી સાત દિવસ સૌરાષ્ટ્રનાં ખેડૂતો માટે સરકાર પાસે જેટલો પણ સમય હોય એટલુ કામ કરી શકે તો ઠીક છે નહી તો અમે ગામડે-ગામડે રોડ ઉપર આવીશું, અને જરૂર પડશે તો વિધાનસભાની બહાર પણ પહોચીશુ. હાર્દિકે કહ્યુ કે, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે ખેડૂતોનાં પાકને ભારે નુકસાન કર્યુ છે, 3-3 વખત ખેડૂતોને પાકમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે, જો ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પ્રીમીયમ તુરંત જ કાપી દેવામાં આવે છે તો પાક વિમો કેમ નહી. અમે ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

હાર્દિકે કહ્યુ કે, અમે ખેડૂતોની લડાઇને મજબૂત બનાવીશુ. વધુમાં હાર્દિકે કહ્યુ કે, ખેડૂતનાં ઘરે ખબર હોય કે ખેડૂતની શું પરિસ્થિતિ છે, સરકારમાં બેઠેલા લોકોને ખેડૂતોની કોઇ ચિંતા નથી. અમે ખેડૂતોનાં આંખમાંથી પડી રહેલા આસુ લુછવાનુ કામ કરી રહ્યા છીએ. હાર્દિકે વધુમાં કહ્યુ કે, આવનારા દિવસોમાં સરકાર વિરુદ્ધ એક મોટી લડાઇ ખેડૂતોનાં હિત માટે થાય તેવો અમે પ્રયત્ન કરીશું. પત્રકારનાં સવાલ પર હાર્દિકે કહ્યુ કે, ખેડૂત તરીકે તેમનુ કોઇ જ સ્ટેન્ડ નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.