Not Set/ રાજકોટમાં કોરોના સારવાર માટે દર્દીઓની સંખ્યા ઘટી, 7ના મોત, 700 સારવાર હેઠળ

રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં વધારે સાત દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. તેમજ કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યાનો આંક 11704 થયો છે. હાલમાં શહેરની

Gujarat Rajkot
godhara 2 રાજકોટમાં કોરોના સારવાર માટે દર્દીઓની સંખ્યા ઘટી, 7ના મોત, 700 સારવાર હેઠળ

રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં વધારે સાત દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. તેમજ કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યાનો આંક 11704 થયો છે. હાલમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાં 813 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. રાજકોટમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 160 થઈ છે. તેમજ હવે ધીમેધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે અને એક જ દિવસમાં 128 નવા કેસ પણ નોંધાયા હતા. રાજકોટ શહેરમાં 89 અને ગ્રામ્ય 39 કેસો જોવા મળ્યા હતા. પરંતુ આ બંને વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં રવિવારની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં ગુજરાત આવેલી વિવિધ હોસ્પિટલોમાં અત્યારે કોરોના હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1181 થઈ છે.

રાજકોટ મહાનગરપાલિકાએ આ દરમિયાન શહેરી વિસ્તારના કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ આવરી લીધેલા વિસ્તારો પણ જાહેર કરવાના બંધ કરી દીધા છે. ગ્રામ્ય વિસ્તારમાં 180 કન્ટેન્ટ ઝોન હોવાનું અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે અને હવે કેસની સંખ્યા ઘટી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. રાજકોટમાં કોરોના ની સારવાર માટે શહેરની વિવિધ હોસ્પિટલોમાં 2600 જેટલા બેડની વ્યવસ્થા છે તેમાંથી હાલ 1829 બેડ ખાલી છે જ્યારે 750 કરતાં વધુ દર્દીઓ રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…