Not Set/ રાજકોટ/ 7 લાખની લૂંટનો ભેદ 24 કલાકમાં ખુલ્યો, આંગડીયા પેઢીનો મેનેજર જ નિકળ્યો ભેજાબાજ

ગઈકાલે રામનાથપરા વિસ્તારમાં થયેલી લૂંટનો મામલો રાજકોટ શહેર પોલીસે 24 કલાકની અંદર ઉકેલી નાખ્યો છે.. ઉલેખનીય છે કે ગઈકાલે રામનાથપરા નજીક આવેલ ખડપીઠ રોડ પર બે અજાણ શખ્સો દ્વારા લૂંટ આચરવામાં આવી હતી. રાજકોટના સંત કબીર રોડ પર આવેલી નવદુર્ગા આંગડિયાનાં રૂપિયા 7 લાખ ની લૂંટ થઇ હતી. બે અજાણ્યા શખ્સો એક્સેસ વાહનમાં આવી 7 […]

Gujarat Rajkot
loot રાજકોટ/ 7 લાખની લૂંટનો ભેદ 24 કલાકમાં ખુલ્યો, આંગડીયા પેઢીનો મેનેજર જ નિકળ્યો ભેજાબાજ

ગઈકાલે રામનાથપરા વિસ્તારમાં થયેલી લૂંટનો મામલો રાજકોટ શહેર પોલીસે 24 કલાકની અંદર ઉકેલી નાખ્યો છે.. ઉલેખનીય છે કે ગઈકાલે રામનાથપરા નજીક આવેલ ખડપીઠ રોડ પર બે અજાણ શખ્સો દ્વારા લૂંટ આચરવામાં આવી હતી. રાજકોટના સંત કબીર રોડ પર આવેલી નવદુર્ગા આંગડિયાનાં રૂપિયા 7 લાખ ની લૂંટ થઇ હતી.

બે અજાણ્યા શખ્સો એક્સેસ વાહનમાં આવી 7 લાખની લૂંટ ને અંજામ આપી ફારાર થઇ ગયા હતા. તેને લઇ પોલીસ દ્વારા તે વિસ્તારના તમામ સી.સી.ટીવી ની તપાસ હાથ ધરી હતી, અને તેમાં 2 શખ્સોની ઓળખ થઇ હતી. તેજ ઓળખનાં આધારે પોલીસે બંને શખ્સોને પકડી પડતા, આ ગુનાહમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો પણ સામેલ હોવાનું બહાર આવ્યું હતું.

રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા આ મામલે જમાવવામાં આવ્યું કે, 24 કલાકની અંદરે આ કેસ રાજકોટ પોલીસ દ્વારા સોલ્વ કરી દેવામાં આવ્યો છે. અને ફરિયાદ લખાવનાર વિક્રમસિંહ કેદારસિંહ કે જે આંગડિયાનાં મેનેજર હતો તેના દ્વારા જ આ લૂંટનું કાવતરું રચવામાં આવ્યું હતું. જેને અંજામ આપવા જીજ્ઞેશ વેગડા અને અમરસિંહ તંબોળીયા દ્વારા અગાવથી બનેવાલા પ્લાન મુજબ લૂંટ કરી હતી. આ લૂંટમાં રંજન પાંડે અને ચેતન ચાવડા નામનાં શખ્સોની પણ મહત્વપૂર્ણ ભૂમિકા સામે આવી છે. લૂંટની સાત લાખની રકમ પોલીસ દ્વારા કબજે કરવમાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.