Not Set/ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર રામદેવે PM મોદીને યાદ અપાવ્યું તેમનું જુનુ નિવેદન

દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલનાં ભાવ એક પછી એક અનેક શહેરોમાં લિટર દીઠ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

Top Stories Trending
11 284 પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર રામદેવે PM મોદીને યાદ અપાવ્યું તેમનું જુનુ નિવેદન

દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલનાં ભાવ એક પછી એક અનેક શહેરોમાં લિટર દીઠ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ અંગે યોગ ગુરુ બાબા રામદેવે હવે પ્રતિક્રિયા આપી છે.

11 285 પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર રામદેવે PM મોદીને યાદ અપાવ્યું તેમનું જુનુ નિવેદન

નવી મુસિબત / લો બોલો! રાજસ્થાનમાં વધુ એક કપ્પા વેરિઅન્ટ, 11 દર્દીઓ થયા સંક્રમિત

તેમણે કહ્યું કે, મોદી સરકારે આ તરફ ધ્યાન આપવું જ જોઇએ. મેં હંમેશાં કહ્યું છે કે, કાચો માલ ખૂબ સસ્તો છે, તેના પરનો ટેક્સ એટલો ઉંચો થઈ જાય છે કે કિંમત ઘણી વધી જાય છે. વડા પ્રધાન મોદીએ પણ એક વખત ટેક્સ ટેરરિઝમ વિશે વાત કરી હતી. કલયુગ કરયુગનો છે પરંતુ સરકારે પણ તેટલુ જ લોહી નિકાળવુ જોઇએ કે માણસમાં આયર્નની અછત ન રહે. રામદેવે કહ્યું કે, સરકારને પણ ટેક્સની જરૂર છે, પરંતુ તેમણે લોકો પાસેથી એટલા જ પૈસા લેવા જોઈએ જેથી લોકો જીવતા રહી શકે. લોહી ફક્ત એટલુ જ નીકાળવુ જોઈએ કે જેથી લોકોનાં શરીરમાં આયર્ન અથવા હિમોગ્લોબિનનો અભાવ ન થઇ જાય. મને લાગે છે કે સરકાર ચોક્કસપણે આ અંગે ગંભીરતાથી વિચાર કરશે.

11 286 પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર રામદેવે PM મોદીને યાદ અપાવ્યું તેમનું જુનુ નિવેદન

મુંબઈ / અદાણી ગ્રૂપે મુંબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું સંચાલન સંભાળ્યું

ડીઝલ, પેટ્રોલની સાથે દેશને ખાદ્યતેલમાં પણ આત્મનિર્ભર બનવાની જરૂર છે. રામદેવે કહ્યું કે, સરકારે ડીઝલ, ગેસ અને પેટ્રોલ પરનો ટેક્સ લઘુત્તમ સ્તરે લાવવો જોઈએ, જેથી લોકોને થોડી રાહત મળે. કોરોનામાં લોકોએ ભારે હાલાકી ભોગવી છે. લોકોએ પોતાનું ઘણુ ગુમાવ્યું છે. કેટલાક પરિવારોમાં કમાનાર પણ હવે કોઇ નથી. સરકારે વિચારવું જોઇએ કે જેથી લોકો જીવતા રહી શકે. હું આશા રાખું છું કે આ સંવેદનશીલ સરકાર, વડા પ્રધાન સંવેદનશીલ છે, તે ચોક્કસપણે તેના પર ધ્યાન આપશે.

11 287 પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર રામદેવે PM મોદીને યાદ અપાવ્યું તેમનું જુનુ નિવેદન

ભરતી ક્યારે? /  એસટી કર્મચારીઓની ઘટના કારણે એસટી નિગમનો ટ્રાફિક ઓછો થયો

આપને જણાવી દઇએ કે, બાબા રામદવે યોગ ગુરુથી જાણીતા બન્યા હતા, પરંતુ આજે તેઓ હજારો કરડોનો બિઝનેસ કરી દિગ્ગજ બિઝનેસમેન્સને ટક્કર આપી રહ્યા છે. વળી જ્યારે તેમને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, તમે કેવી રીતે બિઝનેસ ચલાવવાનું શીખ્યા છો, ત્યારે બાબા રામદેવે કહ્યું કે, કાર્યને કાર્ય શીખવાડે છે. માણસે પ્રામાણિકપણે કામ કરવું જોઈએ અને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું હવે તેમને બિઝનેસ ગુરુ કહેવા જોઈએ, તો રામદેવે કહ્યું કે, તમે મને બિઝનેસ ગુરુ ન કહી શકો. તેમણે કહ્યું કે, મૂળ આત્મા યોગમાં જ છે. તમે મને પ્રેરક ગુરુ કહી શકો છો. તેમણે કહ્યું કે, તેમનો ઉદ્દેશ બિઝનેસને ક્યારેય ખોટા પ્રકાશમાં દર્શાવવાનો નથી. વ્યવસાયી માણસ કુશળતાથી કામ કરે છે. પતંજલિનું કામ પરમાર્થ સાથે થશે.