જામનગર/ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો

દુર્ગા ટીમમાંથી રમવા માટે મેદાનમાં ઉતરેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ 7 બોલમાં 171ની સ્ટ્રાઈકરેટથી બેટિંગ કરી હતી અને 12 રન બનાવીને અણનમ રહ્યા હતા.

Gujarat Others
રિવાબા જાડેજાએ

હાલમાં IPL શરૂ થતા પહેલા ક્રિકેટનો ફિવર ચાલી રહ્યો છે. એવામાં ગાંધીનગરમાં ગુજરાતના ચુંટાયેલા ધારાયભ્યોની પણ ક્રિકેટ ટૂર્મામેન્ટ ચાલી રહી છે. ત્યારે આવામાં જામનગર PCC ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ હાજરી આપી હતી. જામનગરના ધારસભ્ય રિવાબા જાડેજાએ બેટિંગ કરી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટમાં રિવાબા જાડેજાએ શાનદાર બેટિંગ કરી ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ વધાર્યો હતો.

Rivaba Jadeja: રિવા બા જાડેજા રમ્યા ક્રિકેટ, જુઓ તસવીરો

દુર્ગા ટીમમાંથી રમવા માટે મેદાનમાં ઉતરેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ 7 બોલમાં 171ની સ્ટ્રાઈકરેટથી બેટિંગ કરી હતી અને 12 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ દરમિયાન તેમણે બે ફોર ફટકારી હતી. દુર્ગા ટીમના કેપ્ટન નિમિષાબેન સુથાર હતા તેમણે 19 બોલમાં 17 રન બનાવ્યા હતા. સમગ્ર ટીમ 10 ઓવરમાં 3 વિકેટે 75 રન બનાવ્યા હતા.

Rivaba Jadeja: રિવા બા જાડેજા રમ્યા ક્રિકેટ, જુઓ તસવીરો

જામનગરથી ચુંટણીમાં ઝંપલાવનાર રિવાબા જાડેજાએ શાનદાર જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાના પત્નિએ રાજકારણમાં સફળતાપૂર્વક ડેબ્યૂ કર્યુ છે,ગુજરાત વિધાનસભામાં પત્ની રીવાબાની જીત બાદ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એ એક ફોટો શેર કર્યો અને કહ્યું હતું હેલો ધારાસભ્ય.ભારતીય ઓલરાઉન્ડર રવિનદ્ર જાડેજાની પત્ની રિવાબા ધારાસભ્ય બની ગઈ છે. તેમણે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જામનગર સીટ પરથી મોટા અંતરથી જીત મેળવી છે.

Rivaba Jadeja: રિવા બા જાડેજા રમ્યા ક્રિકેટ, જુઓ તસવીરો

આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટું અને ભાજપના આગેવાન તથા ઉદ્યોગ જગતમાં અગ્રણી એવા જીતુભાઇ લાલ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રાજ્યમાં આગામી ત્રણ માસમાં વધુ ૧૨૭ ફરતાં પશુ દવાખાના કાર્યરત કરાશે

આ પણ વાંચો:જાણો, ગુજરાતમાં ક્યાં બનાવવામાં આવ્યું વિશ્વનો સૌથી મોટો વડાપાવ, આટલા કિલોગ્રામ છે વજન

આ પણ વાંચો:અમદાવાદમાં આઇપીએલ પ્રેક્ષકો માટે મેટ્રો રાત્રે દોઢ વાગ્યા સુધી દોડશે

આ પણ વાંચો:અમદાવાદમાં ઇસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરીડોર બનશે