Recipe/ ચીઝી સુપ્રીમ મેગી સેન્ડવિચ, ફક્ત 10 મિનિટમાં બની જશે અને સ્વાદમાં પણ લાગશે લાજવાબ

10 મિનિટમાં બની જશે અને સ્વાદમાં પણ લાગશે લાજવાબ

Fashion & Beauty Lifestyle
maggi sandwich ચીઝી સુપ્રીમ મેગી સેન્ડવિચ, ફક્ત 10 મિનિટમાં બની જશે અને સ્વાદમાં પણ લાગશે લાજવાબ

ચાલો સૌથી પહેલા જણાવીએ ચીઝી સુપ્રીમ મેગી સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી:

Maggi બનાવવા માટેની સામગ્રી:

1 પેકેટ મેગી (boil કરેલી)
1 ટામેટું
1 ટી સ્પૂન આદુ
1 ટી સ્પૂન મેગી મસાલો
1 ટી સ્પૂન ઓરેગાનો
1 ટી સ્પૂન સેઝવાન સોંસ
1 ટી સ્પૂન ટોમેટો સોંસ
1 ટી સ્પૂન લાલ મરચું
2 ટી સ્પૂન ઓઇલ
મીઠું

વેજીટેબલ વ્હાઈટ ચીઝ સોસ બનાવવા માટેની સામગ્રી :

1 ટી સ્પૂન ઘી
1 ટી સ્પૂન કોર્ન ફ્લોર અથવા મેંદો
1 ટી સ્પૂન ઓરેગાનો
1 ટી સ્પૂન ચીઝ સ્પ્રેડ
1/2 ટી સ્પૂન સુગર
1 કપ ચીઝ
1 કપ મિલ્ક
1/2 કપ છેણેલું ગાજર
1/2 કપ છેણેલી કાકડી
1 કપ કેપ્સીકમ અને મક્કાઈ ના દાણા
મરી
મીઠું

અન્ય સામગ્રી:
બ્રેડ
કોથમીર ની ચટણી
સેઝવાન ચટણી
ઘી
ચીઝ

ચીઝી સુપ્રીમ મેગી સેન્ડવિચ બનાવવા માટેની રીત :-
સૌ પ્રથમ એક પેન લઈ તેમાં એક ટી સ્પૂન ઘી નાખો. ઘી ગરમ થાય તરત જ તેમાં એક ટી સપુન કોર્ન ફ્લોર કે મેંદો ઉમેરી થોડું શેકી લો. હવે તેમાં દૂધ ઉમેરી થોડું જાડુ થાય ત્યાં સુધી હલાવો. હવે તેમાં ગાજર, કાકડી, કોર્ન, કેપ્સીકમ,મીઠું, ઓરેગાનો, મરી, સહેજ ખાંડ નાખી હલાવો. થોડું જાડું થાય એટલે તેમાં ચીઝ અને ચીઝ સ્પ્રેડ નાખી હલાવો. ગેસ બંધ કરી તેને ઠંડું થવા દો.

Street style schezwan cheese maggi | Szechuan cheese Maggi | Only Fooding

હવે મેગી બનાવા માટે એક પેનમાં તેલ લો. તેમાં હિંગ, ટામેટુ, આદું નાખી સાંતળી લો. હવે તેમાં મેગીના પેકેટ આવતો મસાલો તથા મેગીનો રેડી મસાલો, ઓરેગાનો નાખી હલાવો. તેમાં સેઝવાન સોસ, ટોમેટો સોસ, લાલ મરચું તથા બાફેલી મેગી ઉમેરી હલાવો.

હવે 2 નંગ બ્રેડ લઈ બંને પર ઘી લગાવો. એક બ્રેડ પર કોથમીરની ચટણી અને એક પર સેઝવાન ચટણી લગાવો. હવે તેના પર વેજીટેબલ વ્હાઈટ ચીઝ સોસ તથા રેડી કરેલી મસાલા મેગી લગાવો. પછી તેના પર ચીઝ છીણી લો અને ગ્રીલ કરી લો. તે તૈયાર છે ચીઝી સુપ્રીમ મેગી સેન્ડવિચ.. તેને ગરમા ગરમ જ કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

આ પણ વાંચો-  ‘બીટ’ ના સેવનથી દૂર થતી બીમારીઓ, જાણો અતિ-ગુણકારી બીટના ફાયદા

આ પણ વાંચો-  Sleeping Tips / ઊંઘના દુશ્મન છે આ 7 Food, રાત્રે ખાવાથી દૂર ભાગે છે નિંદ્રા

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે