બનાસકાંઠા/ કાંકરેજ રેતી ખનન કરતા તત્વો સામે શિહોરી પોલીસની લાલ આંખ

કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાંથી રેતી ખનન કરતા તત્વો સામે શિહોરી પોલીસની લાલ આંખ

Gujarat Others
રેત ખનન

કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાંથી રેત ખનન કરતા તત્વો સામે શિહોરી પોલીસે લાલ આંખ કરી છે.મહત્વનું છે કે કાંકરેજ તાલુકાના આંગણવાડા કસલપુરાની બનાસ નદીમાં બિન કાયદેસર રીતે રેતી ખનન રાત દિવસ થાય છે.ત્યારે ઓવરલોડ રેતી ભરેલ ટ્રક અને રેતી ખનન કરતા હિટાચી મશીન ઉપર કોની મહેરબાની છે એ જ સમજાતું નથી..પાલનપુર ભૂસ્તર વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવે છે ત્યારે નામ પૂરતા કેસ કરી ને કાગળ ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ખુદ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર અને વચેટિયાની મહેરબાનીથી મોટા હપ્તા વસુલી કરીને આ રીતે રેતી ખનન કરતા તત્વો ઉપર ચાર હાથ હોવાની ભારે ચર્ચા જોર પકડ્યું છે.

કાંકરેજ તાલુકાના આંગણવાડા. કસલપુરા ની બનાસ નદીમાં બિન કાયદેસર રીતે રેતી ખનન રાત દિવસ થાય છે ત્યારે ઓવરલોડ રેતી ભરેલ ટ્રક અને રેતી ખનન કરતા હિટાચી મશીન ઉપર કોની મહેરબાની છે એ જ સમજાતું નથી અને પાલનપુર ભૂસ્તર વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવે છે ત્યારે નામ પૂરતા કેસ કરી ને કાગળ ઉપર દંડનીય કાર્યવાહી કરીને રફુચક્કર થઈ જાય છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ખુદ ખાણ ખનીજ વિભાગ ના રોયલ્ટી ઇન્સ્પેકટર અને વચેટિયા ની મહેરબાની થી મોટા હપ્તા વસુલી કરીને આરીતે રેતી ખનન કરતા તત્વો ઉપર ચાર હાથ હોવાની ભારે ચર્ચા જોર પકડ્યું છે ત્યારે ખાન ખનિજ વિભાગ બ્લોક ની તપાસ કરે છે કે કેમ એ પણ મીડિયાને જાણ કરવામાં આવતી નથી

આજે પણ શિહોરી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આંગણવાડા કસલપૂરા રોડ ઉપર એક ડમ્પર નંબર GJ.024.X.3603 ને ઊભું રાખવી રોયલ્ટી પાસ માંગતા ડ્રાઈવર ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો ત્યારે શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કંબોઈ ચોકડી પર આવેલ બહુચર વે બ્રિજ વજન કાંટા પર વજન કરાવતાં 26420 ટન ઓવરલોડ માલુમ પડ્યું હતું ત્યારે ડમ્પર ને શિહોરી પોલીસ મથકે લાવી ને પાલનપુર ભૂસ્તર શાસ્ત્રી ને રિપોર્ટ તૈયાર કરી ને દંડનીય કાર્યવાહી કરવા માટે જાણ કરી છે ત્યારે હવે ક્યાં સુધી આમ બનાસ નદીના પટમાં થી રેતી ખનન કરતા તત્વો સામે કડક પગલાં ભરી ને સરકારી તિજોરીને નુકશાન થતું અટકાવવામાં આવશે એ જોવું રહ્યું બાકી તો ભૂમાફિયા કલેકટર શ્રી ના આદેશ ને ઘોળીને પી ગયા હોય એવું લાગે છે.

આ પણ વાંચો:ખોખરા વોર્ડના લોકો પરેશાન, ગંદકીના લીધે વેચવા કાઢ્યા મકાનો અને દુકાનો

આ પણ વાંચો:સેલ્ફીના ચક્કરમાં બે યુવાનો ડૂબ્યા, બચાવ કામગીરી શરૂ

આ પણ વાંચો:સુરતમાં પોષી એકાદશીએ અનોખું તર્પણ, નોનવેજ અને દારૂ પણ કરાય છે અર્પણ