News/ મહેમદાવાદના રોજારોજી નેશનલ મોનુમેન્ટની પુસ્તિકાનું વિમોચન

પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યુ

Gujarat
11 મહેમદાવાદના રોજારોજી નેશનલ મોનુમેન્ટની પુસ્તિકાનું વિમોચન

મહેમદાવાદથી પાંચ કિલોમીટર દૂર સોજાલી ગામમાં પ્રખ્યાત રોજા-રોજી આવેલું છે,આ રોજામાં સંત સૈયદ મુબારક બુખારી (રહે.)કબર આવેલી છે. આજે તેમનું ઉર્ષ  એટલે કે મેળો હતો. પરતું કોરોના મહામારીના લીધે તે કેન્શલ કરવામાં આવ્યો હતો. આ સંતનું આગવો ઇતિહાસ છે તેમના જીવન ચરિત્રની ઝાંખીને મહેમદાવાદના યુવા લેખક મુસ્તાક મલેકે  પુસ્તિકામાં આવરી લીધી હતી .આ પુસ્તિકાનું વિમોચન ઇમરાન ખેડાવાળા અને અગ્રણી ખમીસાભાઇ સિંધીના વરદ હસ્તે આજે કરવામાં આવ્યુ છે. ઉલ્લેખની છે કે, કોરોનાના દરેક નિયમોને અનુસરીને આ વિમોચન માત્ર ત્રણથી ચાર વ્યક્તિની હાજરીમાં જ કરવામાં આવ્યુ હતુ.

નોંધનીય છે કે, મહેમદાવાદમાં આવેલ રોજારોજીનો સમાવેશ નેશનલ મોનુમેન્ટમાં થયો છે. આ રોજા-રોજીની મુલાકાત માટે અનેક શ્રદ્વાળુઓ અને પર્યટકો સહિત વિદેશના લોકો પણ આવે છે. આ સ્મારક જગ ખ્યાતિ પામેલું છે.  રોજા-રોજી અંગેની તમામ માહિતી આ પુસ્તિકામાં સમાવવામાં આવી છે, તેમાં તેમના કુટુબની વિગતો સાથે અમીર ઉમરાવ તરીકે તેમની નિમણૂક સહિત અને રાષ્ટ્રીય સ્મારકની વિગતોનો સમાવેશ છે.