Russia-Ukraine Conflict/ ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, યુક્રેન બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ

આ સાથે દૂતાવાસે હંગેરી થઈને યુક્રેન છોડનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી પણ જારી કરી છે. ઝેહોની બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓને લવાયા છે.

Top Stories India
શિવાય 10 ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, યુક્રેન બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ
  • ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર
  • યુક્રેન બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ
  • આજે રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટથી વતન વાપસી
  • ઝેહોની બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓને લવાયા
  • રોમાનિયા બાદ હંગેરીથી આવ્યા સારા સમાચાર

 

હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધ ને કારણે અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. જેમાં મોટા ભાગના મેડિકલના વિધાર્થીઓ છે. અને આ વિધાર્થીઓને બહાર કાઢવા માટેની કવાયત ચાલી રહી છે. યુક્રેનમાં એર સ્પેસ બંધ હોવાને કારણે આ વિધાર્થીઓને હંગેરી અને પોલેન્ડના રસ્તે બહાર કાઢવામાં આવી રહ્યા છે.

હંગેરીમાં ભારતીય દૂતાવાસે માહિતી આપી છે કે ભારતીય વિદ્યાર્થીઓની બેચ જહોની ક્રોસિંગ પર યુક્રેનથી હંગેરીમાં પ્રવેશી રહી છે. તેઓ હવે બુડાપેસ્ટ જશે જ્યાંથી તેમને આજે એર ઈન્ડિયાના વિમાન દ્વારા ભારત લઈ જવામાં આવશે. આ સાથે દૂતાવાસે હંગેરી થઈને યુક્રેન છોડનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી પણ જારી કરી છે. ઝેહોની બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓને લવાયા છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા આ વિધાર્થીઓને આજ રાત્રે વતન પાછા લાવવામાં આવશે. અગાઉ રોમાનિયાથી પણ વિધાર્થીઓની વતન વાપસી કરવામાં આવી છે.