રજૂઆત/ અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર મરામત બાબતે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીને રજૂઆત

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં પસાર થતા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર મરામત કરવા બાબતે ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય ગોપાલભાઈ

Top Stories Gujarat
highway 2 અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર મરામત બાબતે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીને રજૂઆત

મોહસીન દાલ, ગોધરા@ મંતવ્ય ન્યૂઝ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં પસાર થતા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર મરામત કરવા બાબતે ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી છે.રજુઆત પત્રમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી અમદાવાદ સુધીના અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે નંબર ૫૯ પસાર થાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી આ રસ્તા ઉપર નિયમોનુસાર ટોલ ટેક્ષ પણ વસુલ કરવામાં આવે છે અને કરોડો રૂપિયાની આવક થઈ રહી છે તેમજ આ રસ્તાને બનાવવામાં આવે અંદાજે ૧૦ વર્ષ જેટલો સમય થયો છે.

highway 1 અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર મરામત બાબતે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીને રજૂઆત

ગોધરા શહેરથી અમદાવાદ સુધીના રસ્તા પર બે ટોલ પ્લાઝા આવેલા છે અને આ બન્ને ટોલ પ્લાઝા ઉપર નિયમોનુસાર ટોલ ટેક્સ વસૂલ કરે છે આ સમગ્ર રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે અને આ રસ્તા પર ખાડા પડી ગયા છે. આ રસ્તો અકસ્માતોને આમંત્રિત કરી રહી છે આ રસ્તાની લાંબા સમયથી દેખરેખ કરવામાં આવતી નથી. જેના કારણે રસ્તા પર પસાર થતા વાહનચાલકો અને આજુબાજુના ગામના લોકોમાં રોષની લાગણી ફેલાય છે.

highway 3 અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર મરામત બાબતે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીને રજૂઆત

આ બાબતે સ્થાનિક લોકો અવાર નવાર ટોલ પ્લાઝા ઉપર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રસ્તાની મરામતની કામગીરી ખૂબ જરૂરિયાત છે. વારંવાર અકસ્માત ન થાય તે માટે રિકાર્પેટીંગ કરી તમામ ખાડા ઊંચા નીચા રસ્તાઓને સરખા કરવા ખૂબ જરૂરી છે ઉપર રસ્તાની કામગીરી ૧૫ દિવસમાં નહીં કરવામાં આવે તો સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ રસ્તા પર આવતા ટોલ પ્લાઝા ઉપર ટોલટેક્સ ચૂકવવામાં નહિં આવે અને આ રસ્તાને ટોલ ટેક્સથી મફત કરવામાં આવશે.આ અંગેની તમામ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબધિત વિભાગની રહેશે આ અંગે સત્વરે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

majboor str 13 અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર મરામત બાબતે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીને રજૂઆત