જૂનાગઢ/ આ યુનિ.માં વાઈલ્ડ લાઈફ પર થશે સંશોધન, સરકારે આપી….

અનેક વન્ય પ્રાણીઓ પર રિસર્ચો થતા હોય છે પરંતુ સિંહો પર પણ સંશોધન કરવામાં આવશે. ચાર જિલ્લાની 162 કોલેજ 72 પીજી સેન્ટર અને 1.10 લાખ વિદ્યાર્થી ધરાવતી જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી હવે સિંહ અંગેની જાણેલી વાતો અંગે સંશોધન હાથ ધરશે

Gujarat Others
સંશોધન

હવે જુનાગઢમાં વાઇલ્ડ લાઇફ પર સંશોધન કરવામાં આવશે.જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફ રિસર્ચ સેન્ટર શરૂ કરવા માટે રાજ્ય સરકારે લીલી જંડીની સાથે પ્રથમ વખત 50 લાખની ફાળવણી કરી છે,  જાણીએ આ રિસર્ચ સેન્ટરમાં કઈ રીતના સંશોધનો થશે.

અનેક વન્ય પ્રાણીઓ પર રિસર્ચો થતા હોય છે પરંતુ સિંહો પર પણ સંશોધન કરવામાં આવશે. ચાર જિલ્લાની 162 કોલેજ 72 પીજી સેન્ટર અને 1.10 લાખ વિદ્યાર્થી ધરાવતી જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી હવે સિંહ અંગેની જાણેલી વાતો અંગે સંશોધન હાથ ધરશે જેમાં ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત વાઇલ્ડ લાઇફ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ માટે રૂપિયા 50 લાખની ફાળવણી કરવામાં આવી છે.

જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને પોરબંદર આ તમામ જિલ્લામાં સિંહોની અવરજવરની સાથે અન્ય વન્ય પ્રાણીઓ પણ આ જિલ્લાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે જુનાગઢ શહેરની ખાસિયતો પૈકી એક ગીર જંગલ અને સિંહ પણ છે આથી જ સિંહ અને વન્ય પ્રાણીઓને લઈ વૈજ્ઞાનિક રીતે સંશોધન થાય તે માટે જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આગામી દિવસોમાં સોરઠના સિંહ ની અવનવી વાતો અંગે સંશોધન હાથ ધરવામાં આવશે.

ગીર અને ગિરનાર એ સિંહની ભૂમિ છે અહીં મોટી સંખ્યામાં સીમો વસવાટ કરે છે આ સિંહોની અવરજવર સહિતની મુવમેન્ટ પર વાઇલ્ડ લાઇફ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ માં ફોરેસ્ટના અધિકારીઓ તેમજ સાયન્સ વિભાગના જીઓલોજીના પ્રોફેસરો અને નિષ્ણાતો દ્વારા સંશોધન કરાશે ખાસ કરીને વન્ય પ્રાણીઓ જેવા કે સિંહ દીપડા હરણ સહિતના પ્રાણીઓ ઉપર આ સંશોધન હાથ ધરવામાં આવશે જેમાં સૌપ્રથમ સિંહોની હિલચાલ તેનો જીવનકાળ દિનચર્યા જેવી તમામ બાબતો ઉપર સંશોધન કરતા રિસર્ચ કરશે અને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને જંગલ છોડીને વન્ય પ્રાણીઓ શા માટે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા છે તે અંગે તેમજ તેની ઉપર થતી વાતાવરણની અસરો અંગે પણ સંશોધન કરતા રિસર્ચ કરશે. સરકાર દ્વારા મળેલી ગ્રાન્ટ માંથી આગામી દિવસોમાં સિંહોના સંવર્ધન અને વન્ય પ્રાણીઓ અંગે આ ગુજરાત ભરનો પ્રથમ રિસર્ચ સેન્ટર બનવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો:સરથાણા પોલીસની માનવતા સામે આવી 6 વર્ષીય દીકરીના વ્હારે આવી પોલીસ

આ પણ વાંચો:ઈશનપુર ગામે 11 પશુઓના મોત,બકરીઓને ચરાવવા લઈ જતા બની ઘટના

આ પણ વાંચો:જીમમાં યુવાન સાથે થયેલી મુલાકાત મહિલાને બરબાદ કરી ગઇ…વાંચો સુરતની સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, ફાયરના સાધનોની સાથે બેડ પણ ખાઈ રહ્યા છે ધૂળ

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ