Not Set/ સુરત: સરથાણામાં ચોરીનો બનાવ સામે આવ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરત, સુરતના સરથાણા વિસ્તારમાં ગત મોડી રાતે અજાણ્યા ચાર થી પાંચ જેટલા ચોર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફીસનું શટર તોડી રૂ.40000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઈસમો મોઢા પર બુકાની બાંધીને આવ્યા હતા. ટેમ્પો અને બાઇક લઈને આવેલા આ ચોરોએ ઓફિસનું શટર તોડ્યું આ સાથે જ સીસીટીવી પર ચોરની નજર પડે છે અને તે સીસીટીવીની […]

Gujarat Surat Trending Videos
mantavya 144 સુરત: સરથાણામાં ચોરીનો બનાવ સામે આવ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરત,

સુરતના સરથાણા વિસ્તારમાં ગત મોડી રાતે અજાણ્યા ચાર થી પાંચ જેટલા ચોર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફીસનું શટર તોડી રૂ.40000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઈસમો મોઢા પર બુકાની બાંધીને આવ્યા હતા.

ટેમ્પો અને બાઇક લઈને આવેલા આ ચોરોએ ઓફિસનું શટર તોડ્યું આ સાથે જ સીસીટીવી પર ચોરની નજર પડે છે અને તે સીસીટીવીની દિશા બદલી નાખે છે. પછી ઓફિસમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપે છે.

ટેબલનું ડ્રોઆર ચેક કરતા રૂ.40 હજારની અને દસ્તાવેજો ની ચોરી થઈ હોવાનું માલુમ પડે છે. સરથાણા પોલીસે સીસીટીવી ના આધારે આરોપીઓ ને પકડવા તજવીજ હાથ ધરી છે..