ICC/ રોહિત શર્મા બન્યો ICC ટીમ ઓફ ધ યર, આ ખેલાડીઓએ પ્લેઈંગ 11માં જગ્યા મેળવી

કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલનો સમાવેશ કરાયો છે. વિરાટ કોહલીને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના 3 બોલરો પ્લેઈંગ 11માં છે. જેમાંથી 2 ફાસ્ટ બોલરો, 1 સ્પિનર છે. મોહમ્મદ સિરાજ,..

Top Stories Sports
YouTube Thumbnail 2024 01 23T180551.324 રોહિત શર્મા બન્યો ICC ટીમ ઓફ ધ યર, આ ખેલાડીઓએ પ્લેઈંગ 11માં જગ્યા મેળવી

Cricket News: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ વન ડે ટીમ જાહેર કરી છે. ICCએ સુકાની પદ રોહિત શર્માને સોંપ્યું છે. વળી, ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ખેલાડી પેટ કમિન્સને ટીમમાં જગ્યા જ નથી મળી. કુલ 11 ખેલાડીઓમાં ભારતના 6, સાઉથ આફ્રિકાના 2, ન્યૂઝીલેન્ડના 1 ખેલાડીનો સમાવેશ થાય છે. 2023 વન ડે વર્લ્ડ કપમાં રમનારા 8 ખેલાડીઓ પણ આમાં છે.

ટીમમાં કોનો સમાવેશ થયો છે?

કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલનો સમાવેશ કરાયો છે. વિરાટ કોહલીને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના 3 બોલરો પ્લેઈંગ 11માં છે. જેમાંથી 2 ફાસ્ટ બોલરો, 1 સ્પિનર છે. મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ પણ ક્રિકેટ રમશે. તો ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ અને એડમ જમ્પા પણ  પ્લેઈંગ 11માં છે. સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસેન વિકેટકીપર તરીકે મેચ રમશે. માર્કો યાનસેન પણ મેચ રમશે. ડેરિલ મિચેલ ન્યૂઝીલેન્ડ તરફથી પ્રતિનિધિત્વ કરશે.

રોહિત શર્મા અને શુભમન ગિલનું પર્ફોર્મન્સ

રોહિત શર્માએ ગયા વર્ષે 52 એવરેજમાં 1255 રન બનાવ્યા હતા. શુભમન ગિલનું પર્ફોર્મન્સ ઠીક ઠીક રહ્યું હતું. 2023માં વન ડે માં સૌથી વધુ રન બનાવ્યા હતા. 1514 રન બનાવ્યા હતા. ઉપરાંત, ટ્રેવિસ હેડને મોટી મેચોના ખેલાડી તરીકે ગણના થાય છે. આ જ કામ તેને વિશ્વ કપમાં કરી બતાવ્યું હતું. સેમિફાઈનલ અને ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

Instagram will load in the frontend.

 

ક્લાસેનની ધૂંઆધાર મેચ

હેનરિક ક્લાસેને ગયા વર્ષે પોતાની તોફાની બેટિંગથી બધાનું દિલ જીતી લીધું હતું.  32 વર્ષીય ખેલાડીએ વિકેટ પાછળ પણ સારૂ કામ કર્યું હતું. અને ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાના જ માર્કો યાનસેને બેટ અને બોલમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 47 રન બનાવી 5 વિકેટ લીધી હતી. તો બીજી બાજુ એડમ જમ્પાએ 38 વિકેટ લઈ પ્લેઈંગ 11માં પોતાની જગ્યા બનાવી હતી.

કુલદીપ, શમી, સિરાજને મળી જગ્યા

મોહમ્મદ સિરાજે હત વર્ષે 44 વિકેટ લીધી હતી. એશિયા કપમાં ફાઈનલમાં શ્રીલંકાની સામે બેટિંગ કરી ટીમને ધોઈ નાખી હતી. તો એ જ મેચમાં સિરાજે 21 રન બનાવી 6 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે ભારતીય ટીમમાં ગજબની 49 વિકેટ લઈ કમબેક કર્યુ હતું. ભારતને વિશ્વ કપમાં પહોંચાનારા મોહમમ્દ શમીનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવલોકથી મળ્યું આમંત્રણ, પરમાત્માએ સ્વયં અમને આમંત્રિત કર્યા છે” – રામ મંદિર વિશે ટોચના સંગીત ક્ષેત્રનાં લોકોનું મંતવ્ય

આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…