Not Set/ Big Bના નામે રજિસ્ટર્ડ રોલ્સ રોયસ જપ્ત,ડ્રાઇવ કરી રહ્યો હતો સલમાન ખાન !

જોકે, બાદમાં જાણવા મળ્યું કે અમિતાભ બચ્ચન પાસેથી લક્ઝુરિયસ કાર ખરીદનાર બેંગ્લોરના વ્યક્તિએ પોતાના નામે વાહનનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.

India Trending
rols roy Big Bના નામે રજિસ્ટર્ડ રોલ્સ રોયસ જપ્ત,ડ્રાઇવ કરી રહ્યો હતો સલમાન ખાન !

કર્ણાટક પરિવહન વિભાગે રવિવારે રાત્રે બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ રોલ્સ રોયસ જપ્ત કરી હતી, જેને સલમાન ખાન નામના ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. જોકે, બાદમાં જાણવા મળ્યું કે અમિતાભ બચ્ચન પાસેથી લક્ઝુરિયસ કાર ખરીદનાર બેંગ્લોરના વ્યક્તિએ પોતાના નામે વાહનનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.

Bengaluru: अमिताभ बच्चन के नाम से रजिस्टर्ड कार हुई जब्त, चला रहा था 'सलमान खान'

વાતચીત / વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનના ચાન્સેલર સાથે વિસ્તૃત વાતચીત કરી, અફધાનિસ્તન અંગે ચર્ચા થઇ

બિગ બી પાસેથી કાર ખરીદવામાં આવી હતી

અધિકારીઓએ કારના વર્તમાન માલિક બાબુને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અને વાહન છોડાવવા કહ્યું છે. આ સિવાય વિભાગે 6 અન્ય લક્ઝરી કાર પણ જપ્ત કરી છે. હકીકતમાં, પરિવહન વિભાગે બેંગલુરુના પોશ UB સિટી વિસ્તારની નજીક ટેક્સ ન ચૂકવવા, જરૂરી દસ્તાવેજોના અભાવ અને વીમા માટે અભિયાન ચલાવ્યું હતું.રોલ્સ રોયસ કારના હાલના માલિક અને ઉમરાહ ડેવલપર્સના માલિક બાબુએ કહ્યું કે, મેં બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને 6 કરોડ રૂપિયા આપીને આ રોલ્સ રોયસ સીધી ખરીદી છે. મેં એક જૂનું વાહન ખરીદ્યું હતું, જે 2019 માં અભિનેતાના નામે હતું. મેં નોંધણી માટે નામ બદલવા માટે અરજી કરી છે, પરંતુ કેટલાક કારણોસર તે થઈ શક્યું નથી.

કાર્યવાહી / ચોટીલા-રાજકોટ હાઇવેની હોટલ પાછળની ઓરડીમાંથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો : રૂ. 3.23 લાખનો મુદામાલ જપ્ત

દીકરી કારમાં ફરવા નીકળી હતી

તેમણે કહ્યું, ‘અમારી પાસે બે રોલ્સ રોયસ કાર છે, બીજી નવી છે. મારી પુત્રી કારમાં મુસાફરી કરી રહી હતી જ્યારે તેને જપ્ત કરવામાં આવી. અધિકારીઓએ તેને શહેરની હદમાં નેલામંગલા સ્થિત આરટીઓ કચેરીમાં આવવાનું કહ્યું છે. તેમણે તેમને ઘરે છોડી દેવાની વિનંતી કરી હતી.કારના વર્તમાન માલિકે આગળ કહ્યું, ‘મેં ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે વાત કરી અને તેમને કહ્યું કે અમને કોઈ કારણ વગર પરેશાન ન કરો. તેમણે સમજાવ્યું કે શહેરમાં એક જ રજિસ્ટ્રેશન નંબર સાથે ઘણી કારો ચાલી રહી છે અને તેઓ તેના પર નજર રાખી રહ્યા છે. તેઓએ અમને કાનૂની દસ્તાવેજો રજૂ કર્યા બાદ કાર છોડવા કહ્યું છે, હું પણ આવું કરીશ.પરિવહન વિભાગના અધિક કમિશનર નરેન્દ્ર હોલકરે જણાવ્યું હતું કે યોગ્ય દસ્તાવેજોના અભાવે રોલ્સ રોયસ કાર જપ્ત કરવામાં આવી છે. માલિકે અમિતાભ બચ્ચન દ્વારા સહી કરેલ પત્ર રજૂ કર્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે વાહન તેમને વેચવામાં આવી રહ્યું છે.

ચીનની કૂટનીતિ / ચીન તાલિબાનોને કરશે આર્થિક મદદ,અમેરિકા અફધાનિસ્તાનની સ્થિતિ માટે ગુનેગાર

sago str 14 Big Bના નામે રજિસ્ટર્ડ રોલ્સ રોયસ જપ્ત,ડ્રાઇવ કરી રહ્યો હતો સલમાન ખાન !