Business/ જાણો, કેમ સેબીએ મુકેશ અંબાણી અને RILને કરોડો રૂપિયાનો ફટકાર્યો દંડ

આ કેસ રિલાયન્સ પેટ્રોલિયમના શેરોની ટ્રેડિંગ સાથે જોડાયેલો છે. આ કેસમાં નવી મુંબઈ એસઈજેડ પ્રાઈવેટ લિમિટેડ પર 20 કરોડ અને મુંબઈ એસઈજેડ લિમિટેડ પર 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Business
a 30 જાણો, કેમ સેબીએ મુકેશ અંબાણી અને RILને કરોડો રૂપિયાનો ફટકાર્યો દંડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ બીજી બે કંપનીઓને દંડ ફટકાર્યો છે. નવેમ્બર 2007 માં રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (આરપીએલ) ના શેરોમાં હેરાફેરી કરવા બદલ સેબીએ આ દંડની કાર્યવાહી કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 25 કરોડ રૂપિયા અને અંબાણી પર 15 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ કેસ રિલાયન્સ પેટ્રોલિયમના શેરોની ટ્રેડિંગ સાથે જોડાયેલો છે. આ કેસમાં નવી મુંબઈ એસઈજેડ પ્રાઈવેટ લિમિટેડ પર 20 કરોડ અને મુંબઈ એસઈજેડ લિમિટેડ પર 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રિલાયન્સ પેટ્રોલિયમ પહેલા અલગ લિસ્ટેડ કંપની હતી. માર્ચ 2007માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ પેટ્રોલિયમના 4.1 ટકા શેર વેચવાની જાહેરાત કરી હતી. કંપનીના શેરના ભાવ ઘટવા લાગ્યા તો તેમના ખરીદ-વેચાણ કરવામાં આવ્યો. સેબીની તપાસમાં સામે આવ્યું કે, શેરોના ભાવોને પ્રભાવિત કરવા માટે આ ખરીદ-વેચાણ ખોટી રીતે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, રિલાયન્સ પેટ્રોલિયમનું 2009માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વિલય કરી દેવામાં આવ્યો છે.

માર્ચ 2007 માં, આરઆઈએલે આરપીએલમાં4.1 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો. સૂચિબદ્ધ પેટાકંપની પાછળથી આરપીએલ સાથે મર્જ કરવામાં આવી. આ કેસની સુનાવણી કરતી વખતે સેબીના સહાયક અધિકારી બી.જે.દિલીપે પોતાના 95 પેજના ઓર્ડરમાં કહ્યું છે કે, શેરોની કિંમતમાં કોઈપણ રીતનું મેનિપુલેશનથી માર્કેટમાં રોકાણકારોનો વિશ્વાસ તૂટે છે, કેમ કે આવી રીતના મેનિપુલેશનથી રોકાણકારોને નુકશાન થાય છે. સેબી અનુસાર, આ કેસમાં સામાન્ય રોકાણકારોને તેની ખબર નહતી કે, શેરોની ખરીદ-વેચાણ પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હતી. આ ખરીદી-વેચાણ ખોટી રીતે કરવામાં આવી, જેની અસર રિલાયન્સ પેટ્રોલિયમના શેરો પર થઈ હતી. આનાથી સામાન્ય રોકાણકારો નુકશાનમાં રહ્યાં હતા.

તેમણે પોતાના આદેશમાં જણાવ્યું છે કે સિક્યોરિટીઝના જથ્થા અથવા ભાવમાં કોઈપણ પ્રકારની હેરાફેરીથી રોકાણકારોનો આત્મવિશ્વાસ કાયમ માટે નાશ પામે છે. સેબીના સહાયક અધિકારીએ તેમના આદેશમાં કહ્યું છે કે મૂડી બજારમાં છેડછાડના આવા કેસો પર કડક કાર્યવાહી થવી જોઈએ. મહત્વનું છે કે, 24 માર્ચ 2017 ના રોજ, સેબીએ આરપીએલ કેસમાં આરઆઈએલ અને અન્ય કંપનીઓને આદેશ આપ્યો હતો કે તેઓ રોકાણકારોને 447 કરોડ રૂપિયા પાછા આપે.

આરઆઈએલે સેબીના આ આદેશ સામે સિક્યોરિટીઝ અપીલ ટ્રિબ્યુનલ (એસએટી) ને અપીલ કરી હતી. એસએટીએ આરઆઈએલની અપીલ નામંજૂર કરી. ત્યારે આરઆઈએલે સુપ્રીમ કોર્ટમાં ટ્રિબ્યુનલના આદેશને પડકારવા જણાવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…