ગુજરાત/ મુંબઈ-વડોદરા એકસપ્રેસ વે માટે 32 ગામોના ખેડુતોને રૂ.2200 કરોડ ચૂકવાશે

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનતા જણાવ્યું કે ખેડૂતોની જમીન સંપાદન થાય એની સામે એમને યોગ્ય વળતર મળવું જ જોઇએ એવા એમનાં આગ્રહ અને કાયદાનો ફાયદો ખેડૂતોને મળ્યો છે

Gujarat Others
Untitled 111 મુંબઈ-વડોદરા એકસપ્રેસ વે માટે 32 ગામોના ખેડુતોને રૂ.2200 કરોડ ચૂકવાશે

મુંબઈ-વડોદરા એકસપ્રેસ વેની કામગીરી આગળ વધી રહી છે આ એકસપ્રેસ વે બનાવવા માટે જે 32 ગામોનાં ખેડુતોની જમીન સંપાદીત  કરવાની થાય છે તે ખેડૂતોને  જમીન કપાતના  બદલામાં  2200 કરોડ રૂપીયાની  ચૂકવણી કરવામાં આવશે. મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન જે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી એવા 32 ગામોનાં 1200 ખાતા અને 5000 ખાતેદારોને કુલ 2200 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો ;પરિણામ / ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો

જેનાં પગલે  બારડોલી તાલુકાનાં કુલ ત્રણ ગામોનાં ખેડૂતોના ખાતામાં 42 કરોડ રૂપિયા જમા થશે. ખેડૂતોની જમીન સામે સરકાર દ્વારા ચાર ગણા પૈસા ચૂકવાઇ રહ્યા છે. આજે ખેડૂતોનાં ચહેરા પરનો આનંદ જોઇ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંતોષની લાગણી અનુભવી હતી.

આ પણ વાંચો :હાઇકોર્ટ તરફથી સરકારને મોટી રાહત / હવે અમર્યાદિત સંખ્યામાં યાત્રાળુઓ ચારધામના દર્શન કરી શકશે

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનતા જણાવ્યું કે ખેડૂતોની જમીન સંપાદન થાય એની સામે એમને યોગ્ય વળતર મળવું જ જોઇએ એવા એમનાં આગ્રહ અને કાયદાનો ફાયદો ખેડૂતોને મળ્યો છે સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  લાભ મળનાર તમામ ખેડૂત ભાઇઓને અભિનંદન પાઠવ્યા હતા.