Bigg Boss/ બિગ બોસની જીત બાદ રુબીના અને અભિનવ કરી રહ્યા છે બીજી વખત લગ્ન, આટલી ખૂબસુરત જગ્યા પર યોજાશે ડેસ્ટિનેશન વેડિંગ

બિગ બોસ 14 ની વિજેતા બનેલી અભિનેત્રી રૂબીના દિલેક હાલમાં સાતમા આસમાન પર છે. રુબીનાએ ખૂબ જ શ્રેષ્ઠ રમત રમી હતી અને ખિતાબ પોતાના નામે કર્યો હતો. બિગ બોસના ઘરમાં રૂબીના અને અભિનવના સંબંધો થોડા અજાણ્યા હતા, પરંતુ છેલ્લા દિવસોમાં બિગ બોસના ઘરમાં આ કપલે બતાવ્યું કે તેઓ એક દંપતી છે અને હંમેશા રહેશે. હવે […]

Entertainment
rubina 1 બિગ બોસની જીત બાદ રુબીના અને અભિનવ કરી રહ્યા છે બીજી વખત લગ્ન, આટલી ખૂબસુરત જગ્યા પર યોજાશે ડેસ્ટિનેશન વેડિંગ

બિગ બોસ 14 ની વિજેતા બનેલી અભિનેત્રી રૂબીના દિલેક હાલમાં સાતમા આસમાન પર છે. રુબીનાએ ખૂબ જ શ્રેષ્ઠ રમત રમી હતી અને ખિતાબ પોતાના નામે કર્યો હતો. બિગ બોસના ઘરમાં રૂબીના અને અભિનવના સંબંધો થોડા અજાણ્યા હતા, પરંતુ છેલ્લા દિવસોમાં બિગ બોસના ઘરમાં આ કપલે બતાવ્યું કે તેઓ એક દંપતી છે અને હંમેશા રહેશે. હવે સમાચાર મળી રહ્યા છે કે રુબીના અને અભિનવ ખૂબ જ જલ્દીથી બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે.

રુબીના દિલેક અને અભિનવ શુક્લાએ બિગ બોસના શોમાં તેમના તમામ તફાવતો સામે મૂકી દીધા હતા. હવે બંને એક મજબૂત સંબંધમાં બંધાયા છે. બિગ બોસ -14 ની બહાર આવ્યા બાદ ટીવી એક્ટ્રેસ રુબીના દિલેકે તેના લગ્ન વિશે વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

લગ્ન વિશે વાત કરતા રુબીના દિલેકે કહ્યું છે કે તેમના મનમાં એક ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન ચાલી રહ્યો છે. રુબીના કહે છે, “અભિનવના સપોર્ટથી હું મજબૂત બની. જ્યારે હું આ શો જીતી ત્યારે તેઓએ મને અભિનંદન આપ્યા. મને ગળે લગાવી અને મને ચુંબન કર્યું. મને જોઈને તેને ખૂબ આનંદ થયો. હવે હું ફક્ત ડેસ્ટિનેશન વિશે વિચારું છું. અમે ચોક્કસપણે ફરીથી લગ્ન કરીશું અને અમે શોમાં એક બીજાને નિભાવવાનું વચન આપ્યું છે.

રુબીના દિલેકે પતિ સાથે છૂટાછેડાની કહી હતી વાત, Bigg Bossના કારણે નિર્ણય બદલાયો

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

તમને જણાવી દઈએ કે, વેલેન્ટાઇન ડેના વિશેષ પ્રસંગે અભિનવ શુક્લા તેની પત્ની રૂબીના દિલેક સાથે ડેટની ઉજવણી કરવા માટે બિગ બોસના ઘરે ગયા હતા. રૂબીના અભિનવ સાથે તેની ડેટ માટે પણ ખાસ તૈયાર હતી. અભિનવ શુક્લા બીજી બાજુ બિગ બોસના ઘરમાં આવ્યો અને રુબીનાએ તેની સામે અભિનવને જોઈ આનંદ સાથે કૂદકો લગાવ્યો. અભિનવે રુબીનાને ફરીથી લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. રૂબીનાએ અભિનવને કહ્યું કે તે હવે કેરેબિયનમાં ‘વ્હાઇટ વેડિંગ’ કરવા માંગે છે. જે બાદ હવે લાગે છે કે આ કપલનું આ સપનું ખૂબ જ જલ્દી પૂરુ થઈ જશે.