કરુણ ઘટના/ ઓસ્ટ્રેલિયામાં દુઃખદ કાર અકસ્માત, ગુજરાતની વિદ્યાર્થિનીનું મોત

ગુજરાતથી સિડની અભ્યાસ કરવા માટે બે મહિના પહેલા જ ગયેલી 20 વર્ષની રિયા પટેલનો ગત 16મી એપ્રિલે અકસ્માત થયો હતો. રિયા પોતાના મિત્રો સાથે કારમાં સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો અને તેમની કાર હાઈવો પર પલટી મારી ગઈ હતી.

Gujarat Others Trending
અકસ્માત

ગુજરાતમાંથી સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયેલી એક મહિલાનું સિડનીના દક્ષિણ-પશ્ચિમ બહારના વિસ્તારમાં કાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતું, પોલીસે આ માહિતી આપી હતી.

મળતી માહિતી મુજબ રિયા રામજીભાઈ પટેલ 16 એપ્રિલે તેના મિત્રો સાથે સિડનીથી વોલોંગોંગ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કેબ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જે વિલ્ટનના પિકટન રોડ પાસે પલટી ગઈ હતી.

કેમડેન પોલીસ એરિયા કમાન્ડના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે બીજી કારને ટાળવાનો પ્રયાસ કરતી વખતે એક કાર કથિત રીતે પલટી ગઈ હતી. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ અને પેરામેડિક્સના પ્રયાસો છતાં કારની પાછળની સીટ પર બેઠેલી રિયાને બચાવી શકાઈ નહોતી.

અકસ્માતમાં સામેલ કારના ચાલક અને અન્ય વાહનના ચાલકને સારવાર માટે લિવરપૂલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માતના સંજોગોમાં તપાસ ચાલુ છે. દરમિયાન, ગુજરાતમાં રિયાના પિતરાઈ ભાઈ દ્વારા તેના મૃતદેહને પરત લાવવા અને તેના વિદ્યાર્થી લોન અને અન્ય પરચુરણ ખર્ચાઓને આવરી લેવા માટે મદદ માંગવામાં આવી છે.

પોલીસ અને પેરામેડિક્સના અનેક પ્રયાસો છતા રિયાનો જીવ બચાવી શકાયો નહીં. રિયાના પિતરાઈ ભાઈ શૈલેષ જેઓ પણ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહે છે, તેમણે કહ્યું કે, અકસ્માતમાં ડ્રાઈવર અને અન્ય મુસાફરોને પણ ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે રિયાનું મોત થયું હતું. આ સામાચાર સાંભળીને ભારતમાં રિયાના માતા-પિતા આઘાતમાં છે. હાલમાં રિયાનો મૃતદેહ ભારતમાં તેના વતન મોકલવા માટે ગુજરાતી અને ભારતીય સમુદાય દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

આ માટે gofundme વેબસાઈટ પર રિયા પટેલ માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. જેમાં સમાચાર લખવા સુધી 34,900થી વધુ ડોલરનું ફંડ એકત્રિત કર્યું હતું. શૈલેષ પટેલ મુજબ, આ ફંડ દ્વારા તે રીયાના પરિવારને તેની સ્ટુડન્ટ લોન ભરવામાં તથા તેના મૃતદેહને વતન પરત મોકલવામાં સહાય કરવામાં આવશે.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ