દારૂની બોટલ/ સાણંદ પોલીસે કારમાંથી 2 લાખની કિંમતનો દારૂ પકડયો

ગાડીમાંથી દારૂની બોટલ પકડાઇ

Gujarat
daru સાણંદ પોલીસે કારમાંથી 2 લાખની કિંમતનો દારૂ પકડયો

સાણંદ વિરમગામ હાઈવે રોડ ઉપર માનસી કંપની તેમજ છારોડી વચ્ચે હાઈવે રોડની ચોકડીમાં એક સ્વીફ્ટ ડિઝાઇર ઉતરી ગઈ છે. જે ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલો છે. જેથી પોલીસની ટીમ બાતમી વાળી જગ્યાએ જઈ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડ્પી પાડી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના સાણંદ વિરમગામ હાઈવે રોડ ઉપર માનસી કંપની તેમજ છારોડી વચ્ચે હાઈવે રોડની ચોકડીમાં એક સ્વીફ્ટ ડિઝાઇર ગાડી નંબર જી. જે. 16. બીજી 6352 ચોકડીમાં પાસે આવી હતી જે ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો 1,93,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સાણંદ જીઆઇડીસી પોલીસે ગાડીના ચાલક પર ફરાર થઇ ગયો છે. ગુનો નોંધીને ફરાર ગાડી ચાલકને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન હાથ ધર્યા છે.

ઓફિસર ઓઈસ માર્કાની 750 ગ્રામની કાચની બોટલ-નંગ 96 કિંમત રૂપિયા 43, 680 તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-1 કિંમત રૂપિયા ૩૦૦ તથા સ્વીફ્ટ ગાડીની કિંમત રૂપિયા 1,50,000 મળી કુલ રૂપિયા 1,93,980નો મુદ્દામાલ પકડી પાડ્યો છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથી ધરી છે.