Not Set/ સંજય માંજરેકરે વિરાટ કોહલીની તુલના પાકિસ્તાની વડાપ્રધાન સાથે કરી

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કેપ્ટનશીપનાં મામલામાં વિરાટ કોહલીની તુલના પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન ઇમરાન ખાન સાથે કરી છે. માંજરેકરનાં કહેવા પ્રમાણે, ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને પોતાની કેપ્ટનશીપમાં પાકિસ્તાનને વર્ષ 1992માં વર્લ્ડકપ ચેમ્પિયન બનાવનાર ઇમરાન ખાનમાં ઘણી સમાનતાઓ છે. માંજરેકરે એમ પણ કહ્યું હતું કે, ઈમરાનની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમ ભલે હારની આરે હોય […]

Top Stories Sports
Sanjay Manjrekar સંજય માંજરેકરે વિરાટ કોહલીની તુલના પાકિસ્તાની વડાપ્રધાન સાથે કરી

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કેપ્ટનશીપનાં મામલામાં વિરાટ કોહલીની તુલના પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન ઇમરાન ખાન સાથે કરી છે. માંજરેકરનાં કહેવા પ્રમાણે, ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને પોતાની કેપ્ટનશીપમાં પાકિસ્તાનને વર્ષ 1992માં વર્લ્ડકપ ચેમ્પિયન બનાવનાર ઇમરાન ખાનમાં ઘણી સમાનતાઓ છે. માંજરેકરે એમ પણ કહ્યું હતું કે, ઈમરાનની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમ ભલે હારની આરે હોય પણ તે મેચ જીતવાનો નવો રસ્તો શોધી લેતી હતી.

ઇમરાન ખાન હાલમાં પાકિસ્તાનનાં વડા પ્રધાન છે. નોંધપાત્ર વાત એ છે કે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે પાંચ ટી-20 મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને તેમના હોમ ગ્રાઉન્ડમાં 5-0 થી કારમી હાર આપી છે. ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોનાં ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ટીમે પાંચ મેચની સીરીઝમાં ફેરબદલ કર્યો હોય. રવિવારે બે ઓવલ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે યજમાન ન્યૂઝીલેન્ડને 7 રને પરાજય આપ્યો હતો.

સંજય માંજરેકરે સીરીઝ પૂરી થયા બાદ ટ્વિટર પર કહ્યું, ‘વિરાટનાં નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડમાં ભારતીય ટીમે મને ઇમરાનની કેપ્ટનશીપવાળી પાકિસ્તાનની ટીમની યાદ અપાવી. બંને ટીમમાં આત્મવિશ્વાસ મજબૂત જોવા મળે છે. ઇમરાન ખાનની કેપ્ટનશીપવાળી પાકિસ્તાનની ટીમ જો હારની આરે હોય તો પણ તે મેચ જીતવાનો નવો રસ્તો શોધી કાઠતી હતી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.