Not Set/ આંતરકલહથી કંટાળી પક્ષપલટો કરતાં ધારાસભ્યો, માણાવદરના કોંગ્રેસના MLA જવાહર ચાવડા ભાજપમાં જોડાશે

અમદાવાદ, લોકસભીની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચહલ પહલ વધી ગઇ છે. કયારે કયા ધારાસભ્ય કે નેતા કયા પક્ષ સાથે છેડો ફાડી કયા પક્ષ સાથે છેડો બાંધે તે કહેવું હવે મુશ્કેલ બની ગયું છે. હમણાંની વાત કરીએ તો ભાજપ દ્રારા લોભામણી લાલચો આપતાં જસદણના કુંવરજી બાવળીયા અને […]

Top Stories Gujarat Others
mantavya 167 આંતરકલહથી કંટાળી પક્ષપલટો કરતાં ધારાસભ્યો, માણાવદરના કોંગ્રેસના MLA જવાહર ચાવડા ભાજપમાં જોડાશે

અમદાવાદ,

લોકસભીની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચહલ પહલ વધી ગઇ છે. કયારે કયા ધારાસભ્ય કે નેતા કયા પક્ષ સાથે છેડો ફાડી કયા પક્ષ સાથે છેડો બાંધે તે કહેવું હવે મુશ્કેલ બની ગયું છે.

હમણાંની વાત કરીએ તો ભાજપ દ્રારા લોભામણી લાલચો આપતાં જસદણના કુંવરજી બાવળીયા અને આશા પટેલ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંદ ઝાલા કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો કેસરીયો ધારણ કરવાની અટકળો સેવાઇ રહી હતી. પરંતુ આ અંગે હાલ પૂંરતું આ બંને ધારાસભ્યોએ નનૈયો ભણી દીધો છે.

ભાજપના થશે “જવાહર”, કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

તો બીજીબાજુ લલિત વસોયા,લલિત કગથરા અને કિરીટ પટેલ પણ ભાજપમાં જોડાવાના તર્કવિતર્ક થઇ રહ્યા હતા. પરંતુ આ ધારાસભ્યોએ પણ હાલ પૂરતી ભાજપમાં જોડાવવાની સ્પસ્ટ ના પાડી દીધી છે.

એકબાજુ કોંગ્રેસ આ ધારાસભ્યોની દેખરેખમાં હતી. ત્યાં તો ભાજપે જવાહર ચાવડા સાથે ખેલ પુરો કરી દેતાં કોંગ્રેસ દરવખતની જેમ આ વખતે પણ ઉંઘતી ઝડપાઇ હતી. ભાજપે બધાની નજર ચૂકવી જવાહત ચાવડાનું ઓપરેશન સફળ પાર પાડી દીધું છે.

જવાહર ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા થઇ રહી છે. ઉલ્લેખનીનય છે કે જવાહર ચાવડા સતત ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આજે જવાહર ચાવડાનું રાજીનામું સુપરત કરવામાં આવ્યું હતું. જોકે, જવાહર ચાવડા રાજીનામું આપવા માટે રૂબરૂ હાજર રહ્યા ન હતા.

mantavya 168 આંતરકલહથી કંટાળી પક્ષપલટો કરતાં ધારાસભ્યો, માણાવદરના કોંગ્રેસના MLA જવાહર ચાવડા ભાજપમાં જોડાશે

જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહિર નેતા છે. તેના પિતા પેથલજી ચાવડા જૂનાગઢના રાજકારણમાં મોટું નામ ધરાવતા હતા. તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.