સાવરકુંડલા/ માનવ મંદિર હવે ફેરવાશે  કોવિડ કેર સેન્ટરમાં, કલેકટરએ  આપી સૂચનાઓ

ભવિષ્યમાં ઓક્સિજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.. ત્યારે સાવરકુંડલા માનવ મંદિર તરફથી પૂરજોશમાં તૈયારી શરૂ કરી દીધેલ છે અને લગભગ પૂર્ણતાને આરે પહોંચી છે અને બે ચાર દિવસમાં માનવ મંદિર કોવિડ કેર સેન્ટર કાર્યરત થઈ જશે

Gujarat Others
shiyal bet 7 માનવ મંદિર હવે ફેરવાશે  કોવિડ કેર સેન્ટરમાં, કલેકટરએ  આપી સૂચનાઓ

કોરોના ની વધતી જતી મહામારીને ધ્યાને લઇને સાવરકુંડલા માનવ મંદિર ના પૂજ્ય ભક્તિ બાપુ અને સાવરકુંડલા લાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર વોરા ની મદદથી અમરેલી જિલ્લા કલેકટરને સાવરકુંડલા માનવ મંદિર દ્વારા આ કપરી પરિસ્થિતિમાં ઉપયોગી થવા ની વિનંતી માન્ય રાખી ને માનવ મંદિર કોવિડ કેર સેન્ટર ની 100 બેડની કોવિડ કેર સેન્ટર ટૂંક સમયમાં શરૂ થનાર છે.

manav mandir માનવ મંદિર હવે ફેરવાશે  કોવિડ કેર સેન્ટરમાં, કલેકટરએ  આપી સૂચનાઓ

આજે અમરેલી કલેકટર આયુષ ઓક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ સાવરકુંડલા પ્રાંત અધિકારી ગોહિલ મામલતદાર દેસાઈ ડોક્ટર મીના ડોક્ટર મયુર પારગી તાલુકા પંચાયતની ટીમ દ્વારા માનવ મંદિર માં શરૂ થનાર કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ જરૂરી સૂચનાઓ આપી શક્ય તેટલું ઝડપથી આ સેવા શરૂ કરવા જણાવ્યું હતું ત્યારે બહુ ટૂંક સમયમાં જ સાવરકુંડલા માનવ મંદિરના સેન્ટ્રલ હોલમાં 100 બેડ કાર્યરત શરૂ થશે.

અને ભવિષ્યમાં ઓક્સિજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.. ત્યારે સાવરકુંડલા માનવ મંદિર તરફથી પૂરજોશમાં તૈયારી શરૂ કરી દીધેલ છે અને લગભગ પૂર્ણતાને આરે પહોંચી છે અને બે ચાર દિવસમાં માનવ મંદિર કોવિડ કેર સેન્ટર કાર્યરત થઈ જશે