નંદઘર પાણીમાં/ હાલોલમાં “તરતી આંગણવાડી” જેવા દ્રશ્યો, એક મહિનાથી ભૂલકાઓ આવી શકતા નથી અને…

હાલોલની ગંભીરપુરા-2 આંગણવાડી વરસાદી પાણીમાં ગરકાવ થતા હાલ બાળકોને એક મહિનાથી વેકેશન આપી દેવામાં આવ્યું છે. વરસાદી પાણી આંગણવાડીની ચોતરફ ફરી વળ્યાં છે.

Gujarat Others
આંગણવાડી

હાલોલ તાલુકાના ગંભીરપુરા ગામના નંદઘર, આંગણવાડીની ફરતે વરસાદી પાણી ભરાઈ જતા આંગણવાડી પાછલા એક મહિનાથી બાળકોને બેસવા માટે ઉપયોગી રહી નથી. હાલ આંગણવાડી સુપરવાઇઝરની સૂચનાથી બાળકોનું ભોજન ઘરે ઘરે જઈ આપવામાં આવી રહ્યું છે.

અ 69 હાલોલમાં "તરતી આંગણવાડી" જેવા દ્રશ્યો, એક મહિનાથી ભૂલકાઓ આવી શકતા નથી અને...

હાલોલની ગંભીરપુરા-2 આંગણવાડી વરસાદી પાણીમાં ગરકાવ થતા હાલ બાળકોને એક મહિનાથી વેકેશન આપી દેવામાં આવ્યું છે. વરસાદી પાણી આંગણવાડીની ચોતરફ ફરી વળ્યાં છે. એટલે નાના બાળકોને બેસવા માટે અહીં પોલિકેબ કંપની દ્વારા બનાવી આપવામાં આવેલ આંગણવાડી એક મહિનાથી બાળકોના ઉપયોગમાં આવી રહી નથી. તેડાગર આવે છે, આંગણવાડી ખોલે છે, પરંતુ બાળકોને આપવાનો ગરમ નાસ્તો બનાવીને આંગણવાડી બંધ કરી દે છે, અને નાસ્તો બાળકો ને ઘરે ઘરે જઈ આપી દેવાય છે.

અ 68 હાલોલમાં "તરતી આંગણવાડી" જેવા દ્રશ્યો, એક મહિનાથી ભૂલકાઓ આવી શકતા નથી અને...

વબાળકો ને પોષણક્ષમ આહાર ની સાથે સંસ્કાર અને શિક્ષણ મળે તે હેતુથી ગામડાઓમાં આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવે છે, હાલોલ તાલુકાના ગામડાઓમાં સરકાર ખાનગી કંપનીના સહકારથી આવી આંગણવાડીઓના ભવનો ઉભા તો કરે છે, પરંતુ આ ભવનો જે હેતુ થી ઉભા કરવામાં આવ્યા છે તે હેતુ સિદ્ધ થાય છે કે કેમ ? તે જોવાની જેઓની જવાબદારી છે તે તાલુકાના વહીવટી તંત્રની આળસને કારણે બાળકોને જે લાભ મળવો જોઈએ તેવો લાભ મળતો નથી.

બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાન હારીજમાં થી એક એવી શાળા સામે આવી છે. જ્યાં બાળકો ઘૂંટણ સામા પાણીમાં ચાલીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. શાળા જવાના માર્ગ ઉપર અને વર્ગ ખંડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસરવાનું નામ નથી.

હારીજમાં ખેમાસર વિસ્તરમાં આવેલ પ્રાથમિક શાળાના બાળકો ગુટણસમાં પાણીમાં ચાલીને અભ્યસ કરવા મજબૂર બન્યા છે. અવિરત વરસાદને પગલે સ્કૂલના મેદાન અને વર્ગખંડો પાણીમાં ગરકાવ થયા છે. બાળકો વરસાદી પાણી વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાના મેદાનમાં ઘૂંટણ સમાં પાણી ભરાતા બાળકો પાણીમાં ચાલી અભ્યાસ કરી રહ્યા છે. જો આ પાણીમાં કોઈ ઝેરી સર્પ જેવુ પ્રાણી હોય અને બાળકોને કરડે તો તેની જવાબદારી કોની?

આ પણ વાંચો:CR પાટીલ અને મુખ્યમંત્રી સાથે PM મોદીની બેઠક, હાલની રાજકીય સ્થિતિ મુદ્દે ચર્ચા

આ પણ વાંચો:સરકારના સ્માર્ટ સ્કૂલોના દાવા પોકળ, હારીજમાં શિક્ષણ થયું પાણીમાં ગરકાવ